________________ 9. વિભૂષણ - સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બધા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે.