SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષાપાઠ 34. બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. 1 આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. 2 એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. 3 વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. 4 જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. 5 સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. 6 પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. 7 દ્વિ આ0 પાઠા૦-૧. ‘જગતના'.
SR No.330062
Book TitleVachanamrut 0017 034 Shikshapaath Nirkhi Ne Nav Yovana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy