________________ પેટ ભર્યાની વાત તો હોય નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે કે જેથી રંગ લાગે; અને રંગ લાગે નહીં તો, બીજી વાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ ? કોઈ જ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે.