________________ વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે, સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ દ્વિવે આ૦ પાઠા૦-૧. “સંસારવનમાં જીવ શાતા વેદનીય અશાતા વેદનીય વેદતો શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.' લથડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તો જીવનપર્યત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે ? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુ:ખ રહ્યાં છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધે છે.