________________ સપ્તમ ચિત્ર- આસવભાવના દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આસવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે. કુંડરિક ચરિત્ર દ્રષ્ટાંતઃ- મહાવિદેહમાં વિશાળ પુંડરિકણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયો; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે ? વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુળવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ વર્ષ પ્રવૃજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રીએ એથી કરીને તે બહ પીડાયો અને વમન થયું અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથર્ડ તેત્રીશ સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઊપજ્યો. કેવાં વિપરીત આસવદ્વાર ! ઇતિ સપ્તમ ચિત્રે આસવભાવના સમાપ્ત.