________________ પ્રબુદ્ધ જન તા. 15-7-48 આમ છતાં મંદિર બાંધવા સંબંધમાં કોઈ પણ સરકારી સત્તાની આડખીલ હેવી ન જોઈએ અને દરેક ધમ, સંપ્રદાય યા વગને આ બાબતમાં પુરી' છૂટ હોવી જોઇએ એ પણ એક અભિપ્રાય હોઈ શકે છે એ હું સમજી શકું છું. હું જે નથી સમજી શકતે તે તે આ છે. તેઓ જણાવે છે કે, “મારી સૂચનાને અમલ કરવામાં આવે તે અધે ગતિના માર્ગે ધસતી આપણી પ્રજાની અધેગતિને આંક આવી જાય.” પહેલાં આપણી સમાજ ખરેખર અધોગતિના માર્ગે ધસી રહી છે. એ સ્વીકારવાને હું તૈયાર નથી. બીજું મારી સુચનાના પરિણામે ધ રે કે પાંચ પચાસ મંદિરો એાછા બંધાયાં તો તેમ થવાથી “આપણી સમાજની અધોગતિને આંક, આવી જાય–આવી સંભાના માટે મને કાઈ પણુ શો આધાર જ નથી. ધાર્મિક બાબતો વિષેના મતભેદે કોઈ એવા વિચિત્ર છે કે તેને વિચાર અને ચર્ચા કરતાં આપણે આપણી તુલનાબુદ્ધિ જાળવી શકતા નથી અને પિતાને અનુકુળ વિચાર પ્રમાણે અમલ થતાં સમાજ ઉર્ષની ઉત્કૃષ્ટતમ કટિએ પહોંચી જશે અને પિતાને પ્રતિકુળ વિચાર મુજબ અમલ થતાં સર્વનાશ આવીને ઉભે રહેશે આમ વિચારવાની અને જે તે બાબતમાં આવી અંતિમ કેટિની પ્રરૂપણા કરવાની આપણને ટેવ પડી ગયેલી માલુમ પડે છે. ઉપરની અત્યુકિતમાં પણ મને આવા જ કોઈ માનસિક વલણનું દર્શન થાય છે એમ કહું તે જૈન પત્રના તંત્રીમહાશય મને માફ કરશે. સૌરાષ્ટ્ર સરકાર પ્રત્યે જૈન સમાજ શી રીતે કૃતજ્ઞતા દાખવશે ? રાષ્ટ્ર સરકારે શંત્રુજયને કરવેરો હંમેશાને માટે માફ કર્યો તે માટે ચારે બાજુએથી જન સગાજે અમિનન્દન અને ધન્ય- વાદના તારે કર્યા અને આટલી શીઘવાથી આ કાર્ય કરવામાં આવ્યું તે કારણે જૈન સમાજના આનંદનો પાર ન રહ્યો. સૌરાષ્ટ્ર સરકારના આ પગલાની વિશેષતા તે એમાં છે કે આવું સ્તુત્ય પગલું ભરવા માટે સૌરાષ્ટ્ર સરકારે નથી કે પાટાધાટોની આંટીઘુંટી ઉભી કરી કે આના બદલામાં જન સમાજ કાઠિયાવાડની પ્રજાને શું લાભ આપશે એવી નથી કેઈ અપેક્ષા દાખવી કે સે દાની રીત અખત્યાર કરી. હવે જ્યારે સૌરાષ્ટ્ર સરકારે સરળપણે અને રસીધી રીતે ઉદાર દિલથી જૈન સમાજને અત્યન્ત ડંખતા એવા આ મુંડાવેરામાંથી મુક્તિનું દાન કર્યું છે ત્યારે તેના બદલામાં જન સમાજે કાંઈક પણ સંગીન કાર્ય કરી બતાવવું જોઈએ અને એ રીતે પિતાની કૃતજ્ઞતા પુરવાર કરવી જોઈએ. આ તુથી નમ્રમ નીચે ની સૂચના કરવાની રજા લઉં છું. આજથી કેટલાંક વર્ષો ઉપર જ સમાજ ઉપર જ્યારે મુંડકાવેરાના બદલામાં વાર્ષિક રૂ. 600 00 નું ભરણું લાદવામાં આવ્યું હતું ત્યારે તે ભરણાને પહોંચી વળવા માટે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી એક ફુડ ખેલવામાં આવ્યું હતું અને તેમાં આશરે બાર લાખ રૂપી માં એકઠા થયા હતા, જે રેકાણમાંથી પ્રસ્તુત રૂ. 61 0 ૦૦.ભરવામાં આવતા હતા. હવે આ રૂ. 6 0 0 0 0 ની જવાબદારીમાંથી શેઠ આણંદજી કલ્યાણજી મુકન થયેલ છે. અને એ બાર લાખ રૂપીઆ આજે પણ એમના એમ અનામત પડેલા હોવા જોઈએ. પાલીતાણા રાજય હવે વિસર્જન થયું છે; પાલીતાણુ ઠકાર સાથેના આપણા એ કકસ પ્રકારના સંબંધને અન્ન આવ્યું છે. હવે આવો કોઈ પણ યાત્રળુકર શંત્રુજ્ય તીર્થન સંબંધમ ઉભું થવા સંભવ નથી, તે પછી આ બાર લાખની રકમને શું ઉપયોગ? આજે જુનાગઢ નવાબની નવાબીમાંથી અને પાલીતાણું ઠાકોરની હકુમતમાંથી આપણું બને તીર્થો મુકત થયેલ છે અને આપણે સૌ મુક્ત મને જાણે કે પોતાની જ હકુમતના પ્રદેશમાં વિચરતા હોઈએ એ રીતે ગીરનાર તેમ શત્રજને નીમાં કરી શકીએ છીએ, વિચરી શકીએ છીએ. જે સમાજના ઇતિહાસમાં આ એક અપૂર્વ પ્રસંગ છે. આવી મહાન લાભપ્રાપ્તિ બદલ દિલની કદરદાની અને કૃતજ્ઞતા દાખવવાને એક જ માગ છે કે જૈન સમાજે શેઠ ' આણંદજી કલ્યાણજીની પેઢીને સૌરાષ્ટ્રના સમગ્ર પ્રજાજનોના લાભાર્થે કઈ પણ લેજના નકકી કરીને ઉપર જણાવેલ બાર લાખની રકમ સૌરાષ્ટ્ર સરકારેને ચરણે ધરવા આદેશ આપવો જોઈએ. આ ચેજના શિક્ષણ વિષયક હેય, વૈદ્યકીય રાહતને લગતી હોય, હરિજન ઉદ્ધારની હેય, કોઈ પુરાતત્વ સંશોધન મંદિર ઉભું કરવાને લગતી હોય. ઉભય પક્ષને અનુકુળ પડે તેવી કોઈ પણ લોકકલ્યાણસાધક યોજના સાથે આ બાર લાખની રકમ સાંકળી દેવી જોઈએ. આવી જ્યારે હું સૂચના કરું છું ત્યારે એ સુર ઉઠતો હું કલ્પી શકુ છું કે આ નાણુ જનોનાં છે અને માત્ર જનોના માટે જ આ નાણાં ખરચતાં જોઈએ. આ પ્રશ્ન પરત્વે આમ બેસવું કે વિચારવું જન સમાજને -શોભતું નથી. આવડી મોટી આવકનું સાધન અને તે વર્ષોની પરંપરાથી સ્થિરમૂળ બનેલું–છોડી દેવામાં સૌરાષ્ટ્ર સરકારે કેવળ ખેલદીલી બતાવી છે. આવી જ ખેલદીલી જૈન સમાજે અને આણંદજી કલ્યાણજીની પેઢીએ દાખવવી ઘટે છે. આમ કરવાથી સૌરાષ્ટ્રની પ્રજા જૈન સમાજ વિષે એટલી જ અહેસાનમંદી અનુભવશે. ‘શુભસ્થ શિઘમ' એ ન્યાયે આ સુચનાને બને તેટલો વેગ આપવા જૈન સમાજને અને શેઠ આણંદજી કલ્યાણજીના પ્રમુખ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈને ધ્યાનમાં લે છે સાદર વિનંતિ છે. ગેડીજીના મંદિરના પુનરૂદ્ધાર માટે રૂપીઆ તેર લાખનું બજેટ ! મુંબઈ ખાતે પાયધુની ઉપર શ્વેતાંબર સંપ્રદાયના પાંચ છ મંદિર છે. આ દરેક મંદિર છે પેઢી બહુ સારી મુડી ધરાવે છે અને તેમાં દર વર્ષે આ પક પણ બહુ સારી થાય છે. આ મંદિરેમાંના એક છી ગેડી પાર્શ્વનાથના મંદિરની સતે મુખી નવરચના કરવા માટે એ મંદિગ્ના ટ્રસ્ટીઓએ રૂ. 130 0 0 0 0 નું બજેટ નકકી કર્યું છે એમ જાણવા મળ્યું છે. આવી જ રીતે નજીકમાં , આવેલ શ્રી શાન્તિનાથજીનાં મંદિરને પણ પુનરૂદ્ધાર કરવા ની વાત ચાલે છે, એમ પણ જાણવા મળે છે કે ગેડીજીનું મંદિર પાયામાંથી સમારકામ માંગે છે અને અમને આમ ચલાવવામાં જાનમાલનું જોખમ રહેલું છે. આવા પાયાના સમારકામ માટે બહુ બહુ તો બે લાખ, ત્રણ લાખ, ચાર લાખ રૂપી બાના ખર્ચની જરૂર ગણાય. પણ તેર લાખ રૂપી માનું બજેટ શાને માટે? વાત તે એમ છે કે પાસે ઢગલાબંધ નાણું પડયું છે, મંદિરના ટ્રસ્ટીઓને ટેન્ડલકર કમીટી ભડાવી રહી છે, આ નાણુમાંથી કશા પણ લોકોપયોગી કાર્યને વિચાર તો સથા બષ્કિત છે, દૂર નજીકનાં અનેક મંદિરે મરામત માંગી રહ્યા છે, પણ જેમ ગરીબોની જરૂરિયાત નજર આગળ આંખો કાઢતી હાવા છે જેમ કેઈ ધનાઢય શ્રીમાન પિતાના સાધારણ નિવાસસ્થાને એક ભવ્ય રાજમહેલમાં પલટાવતાં જરા પણ અચકાતે નથી એવી જ રીતે આપણું મંદિર માં કેટલુંક નવેસરનું કામ કરવાનું છે તે સાથે સાથે આપણા પે તાના મંદિરને વધારે ભવ્ય, રેણુકદાર કાં ન કરવું. આ જ ભાવના કરતુત મંદિરના ટ્રસ્ટીઓને નવા પ્લાન-tી વિચારણા તરફ આ કપ રહી છે. મંદિરનાં વધારાનાં નાણુને આજના વખતે કે જ્યારે સમાજને મોટો ભાગ કેમ ટકવું અને કેમ જીવવું એની વીમ સણમાં જ રાત્રી અને દિવસ પસાર કરી રહ્યો છે ત્યારે આ શું વાજબી સ૬ યોગ લેખશે ? જે વધારાનાં નાણાં આમ જ વેડફાઈ શકાતા હોય અને તેને બીજે . કઈ પણ ઉપયોગ વિચારવા સામે તાળ લગાવવામાં આવ્યું હોય તે તે પછી આ દેવદ્રવ્યને આઝાદી અપાવવા માટે અને લેકે પગી કર્યા તરફ તેને વાળવા માટે સરકારે દરમિયાનગીરી કરવી જ રહી. હજુ પણ મંદિરના ટ્રસ્ટીઓ ચેતે, વખતને ઓળખે, અને તેની ભીને પહેાંચી વળવાના કાછ મ ને વિચારતા થાય તે સારું ! પરમાનંદ,