SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Rા છે. અંધકારપટમાં રહી જવા પાછળ આ સર્વે કારણોએ એક સાથે વત્તા ઓછા અંશે મુખ્ય ભાગ ભજવ્યો હોય એમ લાગે છે. ઉપનિષદોમાં પણ કોઈ અમુક વિચારધારાની સળંગસૂત્રતા જળવાઈ રહી નથી. તેમાં પણ કાળક્રમે વિકાસ થતો ગયો છે. તેમાં સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, વેદાંત, વગેરે ઉત્તરકાલીન દાર્શનિક વિચારસરણીઓના સ્રોત મળે છે. આ દાર્શનિક વિચારસરણીના આધારે વિકસેલા અદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, વગેરે મતમતાંતરો કે શૈવ, વૈષ્ણવ, વગેરે પ્રકારના સંપ્રદાયો-ધર્મોએ ઉપનિષદોને તો સમગ્રદૃષ્ટિએ પોતપોતાની વિચારણાના આદિ ગ્નોતરૂપે સ્વીકાર્યા પણ છે. આ સર્વે મતો-ધર્મોના વિકાસની કાંઈ પરાકાષ્ઠા આપણને પુરાણોમાંથી પ્રાપ્ત થાય છે, એમ કહી શકાય. આ સ્તરોને સૂચવવા અહીં “હિંદુ” શબ્દ રૂઢ થયો.પ હિંદુ-ધર્મ કોઈ એક વિશિષ્ટ ધર્મ નથી, પણ તે ઔપનિષદ વિચારધારામાંથી જન્મેલી સર્વ પ્રકારની વિચારસરણીઓનો દ્યોતક,-સર્વને આવરી લેતો, એક સામાન્ય શબ્દ છે. આ પ્રકારોમાં જૈન (અને બૌદ્ધ) મત પણ સમાઈ જાય. પરંતુ જૈન વિચારકોએ તેમની વિચારધારાને ઔપનિષદ વિચારધારાથી ભિન્ન ગણાવવા કોશિશ કરી. “શુભ અને અશુભ, જ્ઞાન અને અજ્ઞાન, નામ અને રૂપ,-તે બધું અવિદ્યા છે, અને જીવ મુક્તિ ન પામે ત્યાં લગી-બંધનદશા સુધી જ - તે સર્વેની જાળમાં ફસાયેલો રહે છે”-આવા પ્રકારનો ઔપનિષદ વિચારધારાના સિદ્ધાંતોનું હાર્દ સૂચવતાં વિધાનો સાથે જૈનદર્શનના સિદ્ધાંતોનું હાર્દ સૂચવતાં વિધાનો-જેવાં કે.” શુભ અને અશુભ, જ્ઞાન અને દર્શન, નામ અને ગોત્ર, વગેરે બધું કર્મપ્રકૃતિ કે કષાયના લીધે હોય છે, અને જીવ મુક્તિ ન પામે : ત્યાં લગીજ તે સર્વેની જાળમાં ફસાયેલો રહે છે”-સાથે સરખાવી શકાય. આવાં બંને પ્રકારનાં વિધાનોમાં પરિભાષા જ ભિન્ન તરી આવે છે એટલું જ; પરંતુ તે સિવાય તેમાં ભાગ્યે જ કોઈ તાત્ત્વિક ભેદ જણાશે. પ્રાચીન વિચારધારામાં તેમ જ આચાર-શસ્ત્રપરિજ્ઞાની વિચારધારામાં જીવનાં લક્ષણો અનેક રીતે સમાન જતાં, પણ જૈનદર્શનને જૈનેતર-દર્શનથી ભિન્ન ચિતરવા કે કોઈ એવા આશયથી શિષ્ટસમયના ઉત્તરકાલીન (આશરે ઈ.સ. ૨-૩ સદી પછીના) જૈન વિચારકોએ કર્મ-કષાયના સિદ્ધાંતથી જીવનાં લક્ષણોની અન્યથા પુનઃવિચારણા કરી, તે લક્ષણોમાં ફેરફાર કર્યા અને અંતે, તેઓ જીવને સંપૂર્ણ જૈન-લક્ષણોવાળો કરી મૂકીને વિરમ્યા. તેમણે જીવના પાયાનાં સ્વભાવગત લક્ષણોના વિચારો વહેતા મૂકનારા શસ્ત્રપરિજ્ઞાના મૌલિક સિદ્ધાંતો પર સખત “આઘાત” કર્યો. પરિણામે, જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતો પાંગરે તે પહેલાં જ તે પર અંધકાર-પછેડો પડ્યો. આચારશસ્ત્રપરિજ્ઞાના મૌલિક સિદ્ધાંતોનું આ પ્રકરણ પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં હજી પણ તદ્દન અજાયું અને અંધકારમય રહ્યું છે ! ૩૮ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy