SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન-ત્યાગનો વિશેષ મહત્ત્વ આપ્યું છે, અને કોઈક સ્થળોએ ૨૫ ભાવનાઓને વણી લીધી છે; આ રીતે આચારબ્રહ્મચર્યની વિચારધારાનો વિસ્તાર કર્યો છે; જેમ કે સૂત્રકૃતાંગ I અધ્યયનો ૩,૯ (ભિક્ષુના નિયમો વ., ઉપરાંત ૧.૧૦.૫, ૧.૧૫.૫.ઇ.). સમગ્ર દૃષ્ટિએ સૂત્રકૃતાંગ I માં જૈન સાંપ્રદાયિક ભાવના હજી મંદ સ્વરૂપે દેખાય છે. તેમાં સાંખ્ય, બૌદ્ધ, ન્યાય-વૈશેષિક, મીમાંસા, ચાર્વાક, વગેરેના મતોનું વિશ્લેષણ કર્યું છે (જુઓ સૂત્રકૃતાંગ 1 અધ્યયનો ૧,૧૨, તથા શ્રાડર પૃ.૧૧,૧૪,૩૩,૩૫,૪૧,૪૯- ટિ.૩, પર-પ૩ અને બોલે | પૃ. ૫૩-૧૯૪). અમૈથુન વ્રત-બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ (ડુ ૨.૧). લક્ષ્યમાં લઈ સૂત્રકૃતાંગ 14 (સ્ત્રીપરિજ્ઞા) રચાયું હોય એમ લાગે છે. આ રીતે ભોજન-પાનના નિયમો (અધ્યયન ૭, ૯-૧૦) સાથે પણ ભાવનાઓ વણી લીધી છે. સૂત્રકૃતાંગ 1.૧૧ માં (માગસાર) આચાર I નો (જુઓ “હંસા-સમય” ૨૨.૨૦) સાર આપ્યો છે. સૂત્રકૃતાંગ I.6 માં મહાવીરની સ્તુતિ છે. સૂત્રકૃતાંગ I નાં અધ્યયનોમાં નવી પરિભાષાની આસપાસ નવી વિચારણા રજુ થતી જાય છે, જેમ કે પાંચ મહાભૂતો (૧.૧.૭), પાંચ સ્કંધ (૧.૧.૧૭), ચાર ધાતુ (૧.૧.૧૮), કર્મ ખપાવવાં (૨.૧.૧૫, ૧૨.૧૫, ઈ.), સામાયિક (૨.૨.૨૦, ૩૧, ૧૬.૪), કૃત-કલિ-ત્રેતા-દ્વાપર (૨.૨.૨૩), અનુત્તરજ્ઞાની-અનુત્તરદર્શી, અનુત્તરજ્ઞાનદર્શનધર (૨.૩.૨૨, સરખાવો ૯.૨૪), પરિષહ-ઉપસર્ગોની પ્રાથમિક ભૂમિકા (૩, સરખાવો ૧૨૩), સ્ત્રીવેદ (૪.૧.૨૦,૨૩, આ પરિભાષા બ્રાહ્મણ પરંપરામાંથી ઉદ્ભવી છે, જુઓ બોલે | પૃ.૧૫૯), પ્રત્યાખ્યાત-પાપ (૮.૧૪), કર્મી (૯.૪). સમવસરણ (૧૨), તથ્યાતથ્ય, પોગ્ગલ (૧૩.૧૫), આમ્રવ-સંવર- નિર્જર (૧૨.૨૧, સરખાવો સર્વે સંn મહાલવા રૂ.૨.અને નિર્જત ૪.૭), મોહનીય-કર્મ (મોળmળ ડેન ૨.રૂ.૨૨), દર્શનાવરણીય-કર્મ (સરખાવો – સંપાવરગંત ૨૫૨), ઇત્યાદિ. આવા અને બીજા વિકસતી કોટિના સ્તરોના સંકેતો અહીંથી મળી શકે છે. - (૨) ઉત્તરાધ્યયન-(કુલ ૧-૩૬ અધ્યયનો) વૈરાગ્યલક્ષી કાવ્ય રચનાનો એક ગ્રંથ છે. તેના અધ્યયન રમાં તથા ૧૬માં પ્રથમ ગદ્ય અને પછી ગાથાઓ રચાઈ છે, પણ તેનું અધ્યયન ૨૯મું સંપૂર્ણ ગદ્યમય છે. ઉત્તરાધ્યયનનાં લગભગ ૧૧ અધ્યયનો (૯, ૧૨-૧૪, ૧૮-૨૩, ૨૫) સંવાદમય કાવ્યરચના છે. તેનાં કેટલાંક અધ્યયનોમાં (દા.ત. ૭, ૮, ૧૦,૩૨,૩૫) પાંચ મહાવ્રતો અને ભાવનાઓ ($ ૨.૧) પણ વણી લીધી છે. ઉત્તરાધ્યયનમાં આચાર-બ્રહ્મચર્યના વિચારો (જેવા કે પાપકર્મ આચરનાર, પાપકર્મનું આચરણ કરાવનાર, પાપકર્મને અનુમોદન આપનાર, ઈ.) પણ મળે છે, જેમ કે, “ગુપ્ત' સાથે ૬.૧૧, ૮.૧૦, ૧૨.૩, વ., સંધુ' અને “તિવિહેળ” સાથે ૧૫.૧૨, છ-જીવ-નિકાયો વિકસિત અર્થમાં (૪.૪, ૧૦.૫-૧૩, ૩૫.૧-૨), પાંચ મહાવ્રતો (૧.૪૭). ઉત્તરાધ્યયન ૧ અને દશવૈકાલિક ૯, બંનેનાં વિષયવસ્ત (ગુરુશિષ્ય વિનય) સરખાં છે, ઉપરાંત ઉત્તરાધ્યયન ૧૫ દશવૈકાલિક ૧૦નાં કાવ્યશીર્ષક અને ધ્રુવપંક્તિઓ (સ-fમવર્ણી) સરખાં જાય છે (જુઓ આલ્સદોર્ફ Ka.sch. પૃ.૨૩૦-૨૩૧).૩૩ ઉત્તરાધ્યયનમાં નવી પરિભાષા પણ વ્યક્ત થાય છે. તેના અધ્યયન ૬માં, ભિક્ષુઓના આચાર-નિયમોમાં અપ્રત્યાખ્યાત-પાપ (ગાથા ૮, સરખાવો-પ્રત્યાખ્યાત-પાપ, સૂત્રકૃતાંગ I ૮.૧૪), અધ્યયન પમાં સામાયિક, અંગ ( જૈન આગમ, ગાથા ૨૩, જુઓ ૧૧-૨૬), અધ્યયન ૧૧માં શંખ-ચક્ર-ગદા ધારણ કરનાર વાસુદેવ (ગાથા ૨૧, આવો ઉલ્લેખ ગુપ્ત સમયનું સૂચન કરે છે, જુઓ બોલે IT. 1988, પૃ.૧૫૪) ઈત્યાદિ પરિભાષાઓ નવી છે. ઉત્તરાધ્યયનનાં ઘણાં અધ્યયનો (દા.ત. ૨,૪, ૧૬, ૨૪, ૨૬, ૨૮-૩૧, ૩૩-૩૪, ૩૬) જૈન વિચારધારાની પરિપક્વ ભૂમિકા વ્યક્ત કરે છે. આ વિષે આગળ વિવરણ કરવામાં આવ્યું છે. તેનાં કેટલાંક અધ્યયનોમાં છ-જીવ નિકાયોનું વિકસિત વર્ણન પણ મળે છે (જુઓ ૪.૪, ૧૦.૫-૧૩, ૩૫.૧-૧૨). ઉત્તરાધ્યયન ૧.૪૭માં પાંચ મહાવ્રતોનું નિદર્શન થયું છે. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ]
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy