SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૧.૮.૯. પુનર્જન્મ અને પાપ : આચારમાં અનેક ઠેકાણે પુનર્જન્મ માટે જન્મમરણના ચક્રમાં અટવાયા કરવાનાં (દા.ત. નાતીમાં મનપરિષદમાળ..૨.૧.૭૭, ઈત્યાદિ) તથા પાપ કર્મનાં વિધાનો થયાં છે. આવી વિચારધારા નવી છે કે વૈદિક સાહિત્યમાં પણ તે હતી તેની સમીક્ષા અહીં આવશ્યક છે. વિટ્ઝલે આવી વિચારધારાના અભ્યાસ માટે વૈદિક સાહિત્યનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે પુનર્જન્મનો વિચાર અગ્નિચયન વિધિમાંથી ઉદ્દભવ પામ્યો છે (સરખાવો-હાન્સ-પંતર-શ્મીત પૃ.૬૫૦. જુઓ ઉપર પા.ટી.૨. તેના સંકેતો શતપથ બ્રાહ્મણ ૧૦માં મળે છે.). " નર્જન્મનો વિચાર બહદારણ્યક ઉપનિષદ (માધ્યદિન અને કાઠક શાખા) દ્વારા પૂર્વ ભારતમાં ફેલાયો. તે જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણમાં ૧૮% બહદારણ્યક ઉપનિષદમાં (માથંદિની શાખા) ૨૨% તથા બૃહદારણ્યક ઉપનિષદ (કાઠક શાખા) ૪૮૬ આ વિચારોનું મૂળ શતપથ બ્રાહ્મણ ૧૦ (શાંડિલ્ય)માં મળે છે. તેનો ફેલાવો પહેલાં પશ્ચિમ ભારતમાં તથા કાંઈક દક્ષિણ ભારતમાં થયો હતો. ત્યાર પછી પૂર્વ ભારતમાં અસ્તિત્વમાં આવેલા જૈન અને બૌદ્ધ દર્શનોમાં તેની અસર જોવા મળે છે (વિટ્ઝલ પૃ.૨૦૧-૨૦૫). પુનર્જન્મ કરતાંય પાપનો વિચાર વૈદિક સાહિત્યમાં વધારે પ્રાચીન છે. બ્રાહ્મણ સાહિત્યમાં પાપનાં વર્ણન વધારે પ્રમાણમાં મળે છે. પાપ શબ્દ પુનર્જન્મના સંબંધમાં વપરાતો. પૂર્વ ભારત તથા દક્ષિણ ભારતમાં વિકસિત સાહિત્યમાં પાપનાં વર્ણન વધારે પ્રમાણમાં મળે છે. પૂર્વ ભારતમાંથી તેનો પ્રચાર તૈત્તિરીય બ્રાહ્મણ ૩માં થયો (વિશ્કેલ પૃ. ૨૦૫-૨૦૭). વિશ્કેલ (પૃ.૨૦૮) આગળ જણાવે છે કે કેટલીયે પ્રાકૃત લોકભાષાઓમાં વૈદિક પદોના પ્રયોગોની પરંપરા ચાલુ રહી હતી. અહિંસાની, સંસારત્યાગની વિચારસરણી પણ વૈદિક સાહિત્યમાં વિકસી હતી અને તે આર્યપ્રણાલી હતી (જુઓ હાન્સ-પેતર-શ્મીદૂતનો લેખ ઉપર પા.ટી.૨ અને હેઝરમાન.), કર્મવાદનું ચિંતન પણ વૈદિક પરંપરામાંથી મળી આવે છે (જુઓ હરમાન ડબલ્યુ. ટૂલનું The Vedic Origins of Karma, ન્યૂ યૉર્ક પ્રેસ ૧૯૮૯, સમીક્ષા JAOs, 1, 1991, પૃ.૧૭૩-૧૭૪.). કેટલાક ભારતીય વિદ્વાનો શ્રમણ સંસ્કૃતિનું મૂળ વૈદિક સાહિત્યના વાત્યમાં શોધે છે; પણ વાત્યો આર્ય સંસ્કૃતિના - વૈદિક પરંપરાના હતા તેવું અદ્યતન સંશોધનકારોનું માનવું છે (જુઓ હેક્ટરમાન - Vratya and Sacrifice 115.6, 1962, પૃ.૧-૩૭). આ બધા મુદાનું વિવેચન અહીં અયોગ્ય છે પણ તેના વિસ્તાર માટે ઉપર્યુક્ત ગ્રંથો જોવા વિનંતી છે. (ઉપરાંત, જુઓ હાઈમાન પૃ.૨૧૧-૨૧૪, અને ભટ્ટ ૧૯૯૫.). ઉત્તરકાલીન જૈન આગમોમાં ઘણા ફેરફાર થતા ગયા અને બ્રહ્મચર્ય વિભાગ ૧ની વિચારધારા સાથે વણાઈ ગયેલા કેટલાક વૈદિક પરંપરાની પરિભાષાના શબ્દો પણ તે તે જૈન આગમોમાંથી અંદર થતા ગયા, દા.ત. બહ્મવિદ, વેદવિદ, નૈષ્કર્મ્યુદર્શી, સત્ય-બ્રહ્મ (પરમ તત્ત્વ). આ શબ્દોના સહજ અર્થ સમજાવતાં ચૂર્ણિ કે ટીકાકારને મુશ્કેલી થાય છે તે સમજી શકાય છે. સાંપ્રદાયિક ભાવનાનાં બીજ અહીં રોપાતાં હોય એમ લાગે છે. * ૨ આચાર : બીજો શ્રુતસ્કંધ આચારાંગનો બ્રહ્મચર્ય નામે પહેલો શ્રુતસ્કંધ તેના અગ્ર નામે બીજા શ્રુતસ્કંધ કરતાં પ્રાચીન છે. બીજા શ્રુતસ્કંધમાં આવતી કુલ ચાર ચૂલાઓમાં (પરિશિષ્ટો) તત્ત્વદર્શનની દૃષ્ટિએ કોઈ વર્ણન મળતું નથી. તેની પહેલી ચૂલામાં (અધ્યયન ૧-૭) તથા બીજી ચૂલામાં (અધ્યયન ૮-૧૪) ભિક્ષુઓનાં ભિક્ષાવૃત્તિ, દૈનિક જીવનચર્યાના નિયમો, ઇત્યાદિનું વિવરણ આવે છે. ભાવના નામે ત્રીજી ચૂલામાં (અધ્યયન ૧૫) મહાવીરચરિત અને પાંચ (સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) પાલનરક્ષણ માટે ૨૫ ભાવનાઓનું વર્ણન છે. વિમુક્તિ નામે ચોથી ચૂલામાં (અધ્યયન ૧૬) જગતી છંદના બાર શ્લોકોમાં સંસારત્યાગ કરી, સર્વ દુઃખો સહન કરતાં કરતાં, તપ અને ધ્યાન પરાયણ જીવન જીવતાં મુનિઓને આ લોકમાં કંઈ બંધન રહેતું નથી તેવું વર્ણન આવે છે. ૨૬ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy