________________
હુ ૧.૬ આચાર-બ્રહ્મચર્ય - અધ્યયન ૬-૯.
બ્રહ્મચર્ય શ્રુતસ્કંધનાં ૬ થી ૯ અધ્યયનોનાં વિષયવસ્તુ પ્રસ્તુત સંશોધન લેખના વિષયથી જુદાં હોવાને લીધે તે અધ્યયનોમાંથી અહીં કેટલીક જરૂરી નોંધ જ લેવામાં આવી છે. વળી, ધૂત નામે છઠ્ઠા અધ્યયન પછી આવતું મહાપરિજ્ઞા નામે સાતમું અધ્યયન શ્વેતાંબર જૈન પરંપરા મુજબ લુપ્ત થયું છે (જુઓ ભટ્ટ ૧૯૮૭), તેથી ધૂતની વિચારણા પછી વિમોક્ષ નામે આઠમા અધ્યયનની વિચારણા કરવામાં આવી છે. ઉપરાંત, ઉપધાનશ્રુત નામે નવમાં અધ્યયનનું વિષયવસ્તુ (મહાવીરનું જીવનવૃત્તાંત, ઇત્યાધેિ તો ધૂત અને વિમોક્ષ અધ્યયનોનાં વિષય વસ્તુ કરતાંય વળી તદ્દન ભિન્ન હોવાથી તેની ચર્ચા-વિચારણાને આ લેખમાં સ્થાન આપ્યું નથી. - હું ૧.૬.૧. આચાર-બ્રહ્મચર્ય-ધૂત (આચાર-૬, ઉદ્દેશો ૧.૫)
ધૂત અધ્યયનનાં પૂર્વવર્તી અધ્યયનોમાં ધૂળે મૂસરી (૨.૬.૯૯ = ૫.૩.૧૬૧ અને ૪.૩.૧૪૧) જેવાં વિધાનો ઉપરાંત મૃત્યુકાળની અપેક્ષા રાખવાનું જણાવતાં કેટલાંક વિધાનો (૬ ૧.૪) આવે છે, એ બધાંના આધારે ધૂત અધ્યયનમાં ધૂત-વિષય (કર્મ કે શરીર છોડી દેવું, સંસારત્યાગ, સંલેખના, ઈ.) પર ભાર મૂક્યો છે, તે તેના પહેલા ઉદેશમાં આવતા ધૂત શબ્દ (૬.૧.૧૮૧) ઉપરથી સ્પષ્ટ થાય છે. આ કારણોથી આ અધ્યયનનું નામ ધૂત રાખ્યું છે. તેમાં રોગોનાં નામ ગણાવતા ોિ (૬.૧.૧૭૯) શ્લોકો ૧૩-૧૫ અને ગદ્દે ...રિતાવા : ૬.૧.૧૮૦) સહિતનાં સૂત્ર ૬.૧.૧૭૯ થી સૂત્ર ૬.૧.૧૮૧ સુધીના કુલ ત્રણ સૂત્રો પ્રક્ષિપ્ત છે (જુઓ શૂબીંગઆચાર પૃ.૫૫). વળી, સાત વાર્દ માગવા' (૬.૧.૧૮૦) સૂત્રપંક્તિ સૂત્ર કૃતાંગ ૧.૧૬ સાથે, તથા સહિમાયત... વયંતિ (૬.૪.૧૯૦) પદ પંક્તિ સૂત્રકૃતાંગ I ૧૩૨ સમાંતર જાય છે. ધૂત અધ્યયનના બીજા તથા ત્રીજા ઉદેશોમાં અચલ (૬.૨.૧૮૪) અને નગ્ન (૬.૨.૧૮૫) ઉપરાંત કેટલાક સાધુઓનાં, વિહાર, વસ્ત્રો, વગેરેનું વર્ણન આવે છે. તેના ચોથા અને પાંચમા ઉદેશોમાં ખાસ ધ્યાન ખેંચે એવા કોઈ વિચાર નથી. તેની અંતિમ પંક્તિઓમાં (૬.૫.૧૯૮) શરીર-ભેદ, કાય-વિધાત (BHIMવતી) ઈત્યાદિ શબ્દોથી સંલેખનાનું સૂચન થયું છે. તેનાં ઘણાં સૂત્રો કેટલાંક અધ્યયનોનાં સૂત્રો સાથે સમાંતર જાય છે, તે બધાંની અહીં નોંધ લેવી આવશ્યક નથી, દા.ત. સૂત્ર ૬૩.૧૮૭ (..સાધવું..સમયગાથા .) = ૮ :-૨.૨૧૪૫.૨૧૭,૨૧૯;૬.૨૨૧૨૨૩;૭.૨૨૬-૨૨૭. સૂત્ર ૬.૨.૧૮૬ (તે શાસે પુ...થયાસે જ્ઞાતિ = ૬.૫.૧૯૬) = આચાર ૫.૨.૧૫૩, સૂત્ર. ૬.૪.૧૯૫ (...નિgિવકે..પરદલને જ્ઞાસિ...) = આચાર ૫.૬.૧૭૩, સૂત્ર ૬.૫.૧૯૬ (સંર્તિ વિર્તિ ૩વસનું નિબ્બા) = સૂત્રકૃતાંગ II.૧.૧૫-મૂળ સૂત્રકૃતાંગ ૩.૪.૧૯-૨૦ માંથી લેવામાં આવ્યું છે (જુઓ બોલે. I પૃ.૧૩૯), સરખાવો – શાંર્તિ નિર્વાણપરમાં..ગીતા ૬.૧૫. ૭ ૧.૬.૨. આચાર-બ્રહ્મચર્ય-વિમોક્ષ (આચાર ૮, ઉદ્દેશો ૧-૮)
બ્રહ્મચર્યના આઠમા અધ્યયનમાં ૪-૭ ઉદેશોના અંતે તથા ઉદેશ ૮ના પહેલા શ્લોકમાં આવતા વિનોદ શબ્દના લીધે આ અધ્યયનનું નામ વિમોક્ષ રાખ્યું લાગે છે. (વિમોહ નામ વધારે યોગ્ય લાગે છે !). તેમાં મહાવીર માટે “બુદ્ધિશાળી બ્રાહ્મણ” (માહોખ મર્ડમતી ૮.૧.૨૦૨, ૮.૨.૨૦૮) અને “આશુપ્રજ્ઞ” (૮.૧.૨૦૧ સૂત્રકૃતાંગ I.૬.૭) જેવાં નામ નવાં છે. તેના ૨-૭ ગદ્યમય ઉદેશોમાં ભિક્ષુઓને (સમા) સંબોધીને તેમનાં ખાનપાન, વસ્ત્ર, વ. વિષયનું વર્ણન કર્યું છે. તેના પદ્યમય આઠમા ઉદેશમાં (૨૫ શ્લોકો) પણ આ જ વિષયનું વિવેચન થયું છે (દા.ત. ૮.૬.૨૨૪, ૮.૭.૨૨૮).
વિમોક્ષ અધ્યયનમાં સંલેખના કે ભિક્ષાના નિયમો સંબંધી જે કાંઈ પરિભાષા યોજી હોય (જુઓ ઉપર હું ૧.૪, ડું ૧.૬.૧) તે સિવાય ઈતર નવા શબ્દપ્રયોગો પણ જોવા મળે છે, જેમ કે ગુપ્તિ (૮.૨.૨૦૬), તપસ્વી (૮.૪.૨૧૫) સત્ય, સત્યવાદી (૮.૬.૨૨૪, ૮.૭.૨૨૮), નિર્જરા (૮.૮.શ્લોક ૫), કષાય (૮.૭.૨૨૮, ૮.૮
૧૬ ].
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૧