SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનય : ૭ આદિ વિષે કહેવામાં આવ્યું છે કે તળાવ, વાવ આદિનું પાણી વ્યવહારથી સચિત્ત છે અને લવણાદિ સમદ્રના મધ્ય ભાગ વગેરેને પાણી નિશ્ચયથી સચિત્ત છે. એ જ પ્રમાણે તેજસ્કાય આદિ વિષે પણ વ્યવહાર-નિશ્ચયથી વિચાર કરવામાં આવ્યો છે. એમ કહેવાયું છે કે તળાવનું પાણી સામાન્ય રીતે સચિત્ત જ હોય છે, પણ ભગવાન મહાવીરે પોતાના કેવળ જ્ઞાનવડે જાણ્યું કે અમુક તળાવનું પાણી અચિત્ત થઈ ગયું છે અને છતાં પણ તેનું પાણી પીવાની અનુજ્ઞા તેમણે પોતાના શિષ્યોને આપી નહિ. તે એટલા માટે કે આગળ ઉપર આ ઉપરથી ધડો લઈ બીજા સાધુઓ તેવા જ બીજા તળાવના પાણીને અચિત્ત માની પીવાનું શરૂ કરે તો દોષ લાગવાનો સંભવ હતો. આથી તેવા દોષને ટાળવા માટે તેમણે તે વિશિષ્ટ તળાવના પાણીને પીવાની પણ અનુજ્ઞા ન આપી, કારણ કે સામાન્ય રીતે તળાવનું પાણી સચિત્ત જ હોય છે એટલે તેમણે જે તળાવમાં સૂક્ષ્મ જીવોનો અભાવ જોયો હતો તેને પણ વ્યવહાર દૃષ્ટિએ સચિત્ત માનવા પ્રેરણા આપી અને તેનું પાણી પિવાની અનુજ્ઞા આપી નહિ. –નિશીથ ગાઇ ૪૮૫૯; બૃહક૯૫ ૯૯૯. 'નિશ્ચય-વ્યવહારથી સચિત્તનો આવો જ વિચાર ઓધનિયુકિતમાં પણ કરવામાં આવ્યો છે. – ઓઘનિતિ ગા ૩૩—૩૬૩. આત્મવિઘાત વિષે પિંડનિર્યુક્તિમાં દ્રવ્ય આત્મા અને ભાવ આત્માના ભેદ પાડવામાં આવ્યા છે, જ્ઞાનાદિ ગુણવાળું જે દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે એટલે કે પૃથ્વીકાય આદિ છવાસ્તિકાય દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે, અને જ્ઞાન-દર્શનચરણ (ચારિત્ર) એ ત્રણ ભાવાત્મા છે. ૫રના પ્રાણદિનો વધ કરનાર સાધુ તે પરની વાત તો કરે જ છે. પણ સાથે સાથે તે પોતાના ચરણરૂ૫ ભાવ આત્માનો પણ વિધાત કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે તો પછી તે વખતે તેના જ્ઞાનામાં અને દર્શન આત્મા વિષે શું માનવું? ઉત્તરમાં વ્યવહાર અને નિશ્ચયનયનો આશ્રય કરીને કહેવામાં આવ્યું છે કે નિશ્ચયનયને મતે ચરણાત્માનો વિધાત થયો હોય તો જ્ઞાનદર્શનનો પણ વધ માનવો જોઈએ; અને વ્યવહારનયને મતે ચરણાત્માનો વિઘાત થયો હોય તો જ્ઞાન-દર્શન આત્માના વિઘાતની ભજના છે. –પિંડનિતિ ગા. ૧૦-૧૦૫. આનું રહસ્ય એમ જણાય છે કે નિશ્ચયનય એ અહીં એવંભૂત નય જેવો છે. એટલે તે કાળે ચરણામવિધાત કહો કે આત્મવિઘાત કહો એમાં કશો ભેદ નથી. તેથી જ્યારે ચરણાત્માનો વિધાત થયો ત્યારે તદભિન્ન જ્ઞાન-દર્શન આત્માનો પણ વિધાત થયો જ છે, કારણું, ચરણપર્યાયનું પ્રાધાન્ય માનીને આત્માને ચરણુભા કહ્યો છે પણ ઘાત તો પર્યાયાપન આત્માનો જ થયો છે, તેથી તે પર્યાયની સાથે કાલાદિની અપેક્ષાએ અન્ય પર્યાયોનો અભેદ માનીએ તો ચરણાત્માના વિધાત સાથે જ્ઞાન-દર્શનાત્માનો પણ વિઘાત ઘટી જાય છે. - વ્યવહારનય એ ભેદવાદી હોઈ ચરણ એટલે માત્ર ચરણ જ; તેથી ચરણના વિઘાત સાથે જ્ઞાનદર્શનનો વિઘાત જરૂરી નથી, તેથી વ્યવહારને ભજના કહેવામાં આવી છે. ચરણવિધાતે જ્ઞાનદર્શનવિધાત માનવો જોઈએ એ નિશ્ચયનયનો ખુલાસો ભાષ્યયુગમાં જે કરવામાં આવ્યો છે તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. કાલ વિષે શ્રમણની દિનચર્યામાં કાલને મહત્ત્વનું સ્થાન છે, આથી કાલવિચાર કરવો પ્રાપ્ત હતો. ગણિતની મદદથી વિશુદ્ધ દિનમાન કાઢી પૌરુષીનો વિચાર કરવામાં આવે તે નિશ્ચયકાલ જાણવો પણ લોકવ્યવહારને અનુસરી પૌરૂષી માની વ્યવહાર કરવો તે વ્યવહારકાલ છે. – ઓઘનિતિ ગા. ૨૮૨–૨૮૩.
SR No.249681
Book TitleAagamyugna Vyavahar Ane Nischay Nayo
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherDalsukh Malvania
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy