________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૩૯
પ્રશ્નની આસપાસ જ છે. એટલે આચાર્ય જિનભદ્ર પૂર્વોક્ત વ્યવહારનિશ્ચયને આધારે જે ચર્ચા કરી છે તેવી જ રીતે આ ચર્ચા પણ સમાન યુક્તિઓ આપીને કરી છે એટલું જ નહિ, પણ બને પ્રસંગે ઘણી ગાથાઓ પણ સમાન જ છે–વિશેષતા દૃષ્ટાંતમાં સંથારો અને દહનક્રિયાની છે.
-વિશેષા ગા૦ ૨૩૦૮-૨૩૩૨ કેવળની ઉત્પત્તિ વિષે
જે પ્રકારની ચર્ચા સમ્યકત્વ અને જ્ઞાનની ઉત્પત્તિ વિષે કરવામાં આવી છે તેવી ચર્ચાને કેવળજ્ઞાનની ઉત્પત્તિ વિષે પણ અવકાશ છે, અને વસ્તુતઃ તે કોઈપણ ઉત્પત્તિ વિષે લાગુ પડી શકે છે. કેવળજ્ઞાન વિષે કહેવામાં આવ્યું છે કે નિશ્ચયને મતે જે સમય કેવળાવરણના ક્ષયનો છે તે જ કેવળની ઉત્પત્તિનો પણ છે. અને વ્યવહારને મતે ક્ષય પછીના સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
-વિશેષાગા. ૧૩૩૪ આ બાબતમાં વ્યવહાર અને નિશ્ચય પોતપોતાનું સમર્થન આ પ્રમાણે કરે છે?
વ્યવહાર ક્રિયાકાલ અને ક્રિયાની નિષ્ઠાન કાળ એક નથી, માટે જ્યાં સુધી કર્મ ક્ષીયમાણ હોય ત્યાં સુધી તેનું કાર્ય જ્ઞાન સંભવે નહિ, પણ જ્યારે કર્મ ક્ષીણ થઈ જાય ત્યારે જ્ઞાન થાય.
- -વિશેષાગા. ૧૩૩૫ નિશ્ચય : ક્રિયા એ ક્ષયમાં હેત હોય તો ક્રિયા હોય ત્યારે ક્ષય થવો જોઈએ, અને ક્રિયા જો ક્ષયમાં હેતુ ન હોય તો પછી તેથી જુદું કર્યું કારણ છે, જે ક્રિયાના અભાવમાં પણ જ્ઞાનને ઉત્પન્ન કરે ? એટલે વિવશ થઈ જે એમ કહો કે ક્રિયાથી ક્ષય થાય છે તો પછી એમ કેમ બને કે ક્રિયા અન્ય કાળમાં છે અને ક્ષય અન્ય કાળમાં ? માટે જે કાળમાં ક્રિયા છે તે જ કાળમાં ક્ષય છે અને તે જ કાળમાં જ્ઞાન પણ છે.
–વિશેષાગાય ૧૩૩૬ વળી, જો ક્રિયાકાળમાં ક્ષય ન હોય તો પછીના કાળે કેવી રીતે થાય ? અને જે ક્રિયા વિનાના એટલે કે અક્રિયાકાળમાં પણ ક્ષય માનવામાં આવે તો પછી પ્રથમ સમયની ક્રિયાની પણ શી આવશ્યકતા રહે? તે વિના પણ ક્ષય થઈ જવો જોઈએ.
–વિશેષા, ગા૦ ૧૩૩૭ વળી, આગમમાં પણ ક્રિયાકાલ અને નિષ્ઠાકાળનું એકત્વ માનવામાં આવ્યું છે તે પણ જુઓ તેમાં કહેવામાં આવ્યું છે કે જે નિર્ણમાણ છે તે નિર્જીર્ણ છે–તે જ પ્રમાણે જે ક્ષીયમાણ છે તે ક્ષીણ છે એમ કહી શકાય. વળી, આગમમાં એ પણ કહ્યું છે કે કર્મની વેદના છે અને અકર્મની નિર્જરા છે. એ ઉપરથી પણ કહી શકાય કે નિર્જરાકાળે આવરણ-કર્મ છે નહિ.
–વિશેષાગા૧૩૩૮ વળી, આવરણનો અભાવ હોય છતાં પણ જે કેવળજ્ઞાન ન થાય તો પછી તે ક્યારે થશે? અને જે ક્ષયકાળે નહિ પણ પછી ક્યારેક કેવળજ્ઞાન માનવામાં આવે તો તે અકારણ છે એમ માનવું પડે. તો પછી બને એમ કે જે કારણ વિના જ ઉત્પન્ન થયું હોય તે કારણ વિના જ પતિત પણ થાય. માટે આવરણનો વ્યય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિનો સમય, અંધકારનો નાશ અને પ્રકાશની ઉત્પત્તિના સમયની જેમ, એક જ માનવો જોઈએ. અને આ જ પ્રમાણે સર્વભાવોની ઉત્પત્તિ અને વ્યય વિષે સમજી લેવું જોઈએ.
–વિશેષા ગા૦ ૧૩૩૯-૪૦ આવશ્યક ચુણ(પૃ. ૭૨-૭૩)માં કેવળજ્ઞાન વિષે એક નવી વાત કહેવામાં આવી છે તે પણ અહીં નોંધવી જરૂરી છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં કોઈ ક્રમનિયમ નથી. કોઈ મતિશ્રુત પછી તરત જ