________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૨૯ નિર્યુકિતકારને મતે જે શ્રમણ યતમાન હોય; એટલે કે અપ્રમત્ત હોય તેનાથી થતી વિરાધના એ બંધકારણ નથી, પણ તેની આત્મવિશુદ્ધને કારણે તે નિર્જરારૂપ ફલ દેનારી છે. જે નિશ્ચયનયનું અવલંબન લે છે અને જે સમગ્ર આગમનો સાર જાણે છે તેવા પરમષિઓનું પરમ રહસ્ય એ છે કે આત્મપરિણામ એ જ હિંસા કે અહિંસા માટે પ્રમાણ છે અને નહિ કે બાહ્ય જીવની હિંસા કે અહિંસા. પરંતુ આ નિશ્ચયની વાતનું કેટલાક લોકો અવલંબન તો લે છે, પણ તેના વિશેનો યથાર્થ નિશ્ચય એટલે કે ખરા રહસ્યનું યથાર્થ જ્ઞાન જેમને નથી, તેઓ તો બાહ્ય ક્રિયામાં પ્રમાદી થઈને ચારિત્રમાર્ગનો લોપ જ કરે છે. સારાંશ એ છે કે પરિણામ પર જ ભાર મૂકી જેઓ બાહ્ય આચરણ; એટલે કે વ્યવહારને માનતા નથી તેઓ ચારિત્રમાર્ગના લોપક છે—માટે વ્યવહાર અને નિશ્ચય બન્નેનો સ્વીકાર જરૂરી છે–
___“जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स ।
सा होइ निजरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ ___परमरहस्समिसीणं समत्तगणिपिडमझरितसाराणं।
परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ॥ .. निच्छयमवलंबंता निच्छयओ निच्छयं अयाणंता। नासंति चरणकरणं बाहिरकरणालसा केह॥"
- નિર્યુક્તિ ૭૫૯-૬૧ ..."आह-यद्ययं निश्चयस्ततोऽयमेवालम्ब्यतां किमन्येनेति ? उच्यते-निश्चयमवलम्बमानाः पुरुषाः 'निश्चयतः' परमार्थतो निश्चयमजानानाः सन्तो नाशयन्ति चरणकरणम् । कथम् ? 'बाह्यकरणालसाः' बाह्य वैयावृत्त्यादि करणं तत्र अलसाः-प्रयत्नरहिताः सन्तश्चरणकरणं नाशयन्ति । केचिदिदं चाङ्गीकुर्वन्ति यदुत परिशुद्धपरिणाम एव प्रधानो न तु बाह्यक्रिया । एतच्च नाङ्गीकर्तव्यम् । यतः परिणाम एव बाह्यक्रियारहितः शुद्धो न भवतीति । ततश्च निश्चय-व्यवहारमतमुभयरूपमेवाङ्गीकर्तव्यमिति ।"
–ોનિરિા ટી ૭૬૧ વંદનવ્યવહાર વિષે
શ્રમણોમાં વંદનવ્યવહારની રીત એવી છે કે જે છે એટલે કે દીક્ષા પર્યાયે જે હોય–વયથી છ હોય તે વંદ્ય છે. પણ જ્યારે સૂત્રવ્યાખ્યાન થતું હોય ત્યારે જે સૂત્રધારક હોય તેને જયેષ્ઠ માનીને બીજા વંદન કરે. આ પ્રકારના વ્યવહાર ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે સૂત્રધારકને પણ જે છ કહી શકાતા હોય તો જેઓ માત્ર દીક્ષા પર્યાયથી–વયથી જ હોય અને સૂત્ર કે તેનું વ્યાખ્યાન જાણતા ન હોય તેમને વંદન કરવાથી શો લાભ?—
"चोएति जइ हु जिहो कहिंचि सुत्तत्थधारणाविगलो । . वक्खणलद्धिहीणो निरत्थयं वंदणं तम्मि॥"
–આવ૦ નિ ગા૦ ૭૧૨ (દીપિકા) વળી સૂત્રવ્યાખ્યાનપ્રસંગે ની વ્યાખ્યામાં વયજેયે કરતાં રત્નાધિકને છ માનવો એમ મનાયું તો પછી રત્નાધિક શ્રમણ ભલેને વયથી લઘુ હોય પણ જે વયથી છ એવો શ્રમણ તેની પાસે વંદન કરાવે તો તે શું એ રત્નાધિકની અશાતના નથી કરતો ? –
"अह वयपरियाएहिं लहुगो वि हु भासओ इहं जेहो । रायणियवंदणे पुण तस्स वि भासायणा भंते॥"
–આવનિ. ગા૦ ૭૧૩ (દીપિકા)