SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૩ ) [ શત્રુંજય પર્વત અને કઠિન તપશ્ચર્યા જોઈ અકબર ખુશી થયે અને તેમના કહેવા પ્રમાણે કાશ્મીર અને ગીજની પ્રમુખ દેશમાં એક દિવસ જીવદયા પળાવી હતી. તથા જિનચંદ્રસૂરિના કથનથી, ખંભાતની પાસેના દરિયામાં એક વર્ષ સુધી માછલીઓ મારવાને પણ મનાઈ હુકમ કર્યો હતે. આ હકીકત ઉપરથી જણાશે કે તપગચ્છ અને ખરતરગચ્છ ના બંને લેખકેનું જે કથન છે તે અમુક અંશે યથાર્થ છે. સં. ૧૬૩૯ થી ૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોને સતત સહવાસ રહે તેમાં પ્રથમના ૧૦ વર્ષોમાં તપાગચ્છનું અને પછીના ૧૦ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કોઈ હરકત નથી. પરંતુ સાથે એટલું અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યું હતું અને બાદશાહ પાસેથી સુકૃત્યે પણ એ ગચ્છાવાળાઓએ અધિક કરાવ્યાં હતાં. ચામુખના મંદિરના આ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તથા મંદિર બનાવનાર તરીકે સેઠ રૂપજીનું નામ લખવામાં આવ્યું છે પરંતુ પ્રસિદ્વિમાં તે એ આખી ટુંક સિવા અને સમજી, કે જે ઉપર વંશવૃક્ષમાં જણાવ્યા મુજબ સં. રૂપજીના પિતૃવ્ય અને પિતા થાય છે, તેમની બંધાવેલી કહેવાય છે. પટ્ટાવલિઓમાં પણ એમનુજ નામ છે. આ ઉપરથી જણાય છે કે એ ટુંક બધાવવાને પ્રારંભ તે રૂપજીના પિતાએ કર્યો હશે પરંતુ પાછળથી તેનું મૃત્યુ થઈ જવાના લીધે પ્રતિષ્ઠા વિગેરે કાર્યો રૂપજીએ કરાવ્યાં હશે. આ મંદિરે બંધાવવામાં સેઠ સિવા સમજીએ પુષ્કળ ધન ખરચ્યું હતું. “મીરાતે અહમદી'ના લખવા પ્રમાણે બધા મળી ૫૮ લાખ રૂપિયા આમાં ખર્ચ થયા હતા. કહેવાય છે કે ૮૪૦૦૦ રૂપિયાનાં તે એકલાં દેરડાંજ કામ લાગ્યાં હતાં! મંદિરોની વિશાલતા અને ઉચ્ચતા જોતાં એ કથનમાં શંકા લઈ જવા જેવું કશું જણાતું નથી. ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની પટાવલીમાં એ બધુઓના વિષયમાં લખ્યું છે કે, “અમદાબાદમાં સિવા અને સમજી બંને ભાઈઓ મિથ્યાત્વી ઈ ચિભડાને વ્યાપાર કરતા અને બહુ દરિદ્રાવસ્થા ભેગવતા હતા. જિનચંદ્રસૂરિ વિચરતા વિચરતા અમદાબાદમાં આવ્યા અને એ ४४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249664
Book TitleShatrunjay Parvat Uperna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy