SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખો. ] અવલોકન, નીચે આવેલા ૧૧૮ લેખે તથા તેમનો સાર મી. કાઉસેન્સે ૧૮૮૮-૮૯ ( ઇ. સ. ) માં પાલીતાણું નજીકના શત્રુંજય પર્વત ઉપર આવેલાં જૈન દેવાલયોમાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મોકલી આપ્યા છે. તેના બે મોટા વિભાગ પડી શકે: (૧) નં. ૧-૩૨ જેની મિતિ સંવત ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (૨) નં. ૩૩-૯૫ જેની મિતિ સંવત ૧૭૮૩ થી ૧૮૪૩ અગર ઈ. સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખમાંથી ઐતિહાસિક બાબતો બહુ થોડી નીકળે તેવી છે તેથી મેં અહીં આપ્યા નથી પણ તેમના ટુંકસાર આવ્યા છે. પરંતુ નં. ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩૨) ને લેખ આખો આપે છે. કારણ કે તેમાં અંચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજુ સુધીમાં બહુ થોડું જાણવામાં આવ્યું છે. આ લેખે હાલના વખતના યતિઓ કેવી સંસ્કૃતનો ઉપયોગ કરે છે તેને નમૂનો રૂપે છે; તથા, જુમાં પુસ્તકો અને લેખોમાં વપરાતી મિત્રભાષાનું મૂળ ખાળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જુના જૈન વિદ્વાનો જેવા કે મેરૂતુંગ, રાજશેખર, અને જિનમંડનની ભાષાને સંસ્કૃત વ્યાકરણના નિયમે લગાડવાનું પણ સુલભ થઈ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા નં. ૧૧૮ ની નકલ ડાકટર જે. કિર્ટ ( , Kirste ), જે વીએના યુનવસટીના પ્રાઇવેટ ડેસન્ટ ( Private scent ) છે તેમણે તૈયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપ પણ તેમણે કરેલી છે. આ ૧૧૮ લેખો માં આવેલી ઐતિહાસિક હકીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે -- ( ૧ ) પશ્ચિમ હિંદની રાજકીય હકીકત; ( ૨ ) જૈન સાધુઓના સંપ્રદાયો વિષેની હકીકત; ( ૩ ) જૈન શ્રાવકોના ઉપવિભાગો વિષેની હકીકત. પહેલી બાબતને માટે નં. ૧ ને લેખ ઘણે ઉપયોગી છે; કારણ કે તેમાં (પં. ૧ ) ગુજરાતના ત્રણ સુલ્તાનોનાં નામ આપ્યાં છે; (૧) ૧. નં. ૯૬-૯૭ ની મિતિ નક્કી નથી. ન. ૯૮ તે ખરી રીતે ન. ૧૨ પછી મૂક જોઈએ. * એપીગ્રાફીઆ ઈન્ડિકામાં એ બધા લેખે, શિલાપટ્ટોની પંકિતઓના અનુસાર છાપેલા છે પરંતુ મેં આ સંગ્રહમાં, પદ્યબંધ લેખને તો પદ્યાનુસાર અને ગદ્યલેખેને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડો. બુહુરની રસૂચવેલી પંક્તિઓ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જોવું – સંગ્રાહક. ૪૧૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.249664
Book TitleShatrunjay Parvat Uperna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy