________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( 334) લખણપુરના લેખ.ન. '68-87 સલખણપુરના લેબ. (469 થી 497.) આ ગામ પણ ઉપર જણાવેલા પ્રાંતમાં–રાંતેજથી પ-૭ ગાઉ ઉપર આવેલું છે. આ ગામમાં આગળ ઉપર બે ત્રણ મંદિરો હતા પરંતુ હાલમાં તે બધાને ભેગાં કરી એકજ નવું મંદિર તૈયાર કર્યું છે. એ મંદિરમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે એક ભયરા જેવી કેટડીમાં જૂના પરિકરે અને પબાસણ મૂકી રાખેલા છે તેમના ઉપર આ બધા લેખો કોતરેલા છે. બધા લેખ ૧૪મા સૈકાના પૂર્વ ભાગના છે અને તેમનામાં જૂદા જૂદા બે ત્રણ મદિરના નામે મળી આવે છે તેમજ બે ત્રણ ગચ્છના જુદા જુદા આચાર્યોનાં નામે પણ પ્રતિષ્ઠાકારક તરીકે ઉપલબ્ધ થાય છે. આ ઉપરથી જણાય છે કે એ સમયમાં બે ત્રણ મંદિરે એક સાથે જ એ સ્થાનમાં તૈયાર કરવામાં આવ્યાં હશે. લેખમાંનું વર્ણન ટુંકુ અને સ્પષ્ટ રીતે સમજાય તેવું છે.