________________ રાતેજ ગામના લેખે. (461-468) વડોદરા રાજ્યના કડી પ્રાંતમાં તેજ કરીને એક ન્હાનું સરખું ગામ છે. એ ગામમાં એક જૂનું જૈનમંદિર છે ત્યાંથી આ આઠ લેખે મળી આવ્યા છે. તેમાં પ્રથમના બે લેખે તો, મુખ્ય મંદિરની આજુ બાજુ ફરતી જે દેવકુલિકાઓ છે તેમાંની એકમાં, ગૃહસ્થની-શ્રાવક શ્રાવિકાઓની–મૂતિઓ નીચે કતરેલા છે. આ મૂર્તિઓ કે મહ. વિજય નામના પુરૂષે પોતાના કુટુંબીઓની મૂર્તિઓ સાથે સં. 1309 માં બનાવરાવી હતી. મૂર્તિઓના નામે પરસ્પર સંબંધ આ પ્રમાણે જણાય છે . અજયસિંહ સમ ( તેની સ્ત્રી ) (તેની સ્ત્રી) મહે. રાણિગદેવ સંગ્રહસિંહ. (સ્ત્રી-રણદેવી ) (તેની સ્ત્રી) ભદન (સ્ત્રી સાથે) સલખણસિંહ. (સ્ત્રી સાથે) મહં. વિજય. દેવસિંહ (સ્ત્રી સુહડાદેવી) (સ્ત્રી સાથે) ચાણાય. બાકીના 6 લેખ, એક ન્હાનું રાખું ભયરૂં છે તેમાં જે ઘણાક જુના પરિકરે અને કાઉસગિઆઓ ભરી રાખેલા છે તેમના ઉપરના છે. એ ઠેકાણે આવા બીજા પણ ઘણા લે છે અને કેટલાક તે બહુ જૂના પણ છે. પરંતુ તે બધાને લેવાની તે વખતે બરાબર સવડ ન હોવાથી હું તે લઈ શક નથી. લેખોમાંની હકીકત સ્પષ્ટ જ છે. 743 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org