________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩ર) [ રાધનપુરનો શિલાલેખ ન. ૪૬૦ (૯) અને તેમની પાટે લમીસાગરસૂરિ થયા. (૧૦-૧૧) લમીસાગરસૂરિની પાટે કલ્યાણસાગર થયા (૧૨) અને તેમની પાટે પુણ્યસાગરસૂરિ. (૧૩) એ પુણ્યસાગરસૂરિના સદુપદેશથી આ સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને માઘ માસના શુકલપક્ષની તૃતીયા
અને શુક્રવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. (૧૪-૧૫) - આ પછી, આ મંદિર બનાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થના વંશનું વર્ણન છે. તે આ પ્રમાણે–
પૂર્વે શ્રીમાલવંશમાં, જૈન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાનું એ સૂરા નામે પ્રસિદ્ધ પુરૂષ B. (૧૬) તેના વંશને વિસ્તારનાર એ હેમા નામે તેને પુત્ર હતે. (૧૭) તેના કુલમાં મુકુટ સમાન એ જ્યના નામે પુત્ર થયે જેણે રાજસાગરસૂરિ પાસેથી ધર્મબોધ ગ્રહણ કર્યો હતો. (૧૮) તેને પુત્ર અભયચંદ્ર થશે અને તેને ૧ જૂઠા, ૨ કપૂર, ૩ જસરાજ અને ૪ મેઘજી એમ ચાર પુત્રરત્ન થયાં. (૧૯) તેમાં જૂઠાના પુત્ર જીવને પોતાના ન્યાયપાજિત દ્રવ્ય વડે ૪૨ જિન પ્રતિમાઓ કરાવી હતી. (૨૦) બીજા ભાઈ કપૂરનો સિયવંત નામે પુત્ર હતો અને તેણે પણ કર પ્રતિમાઓ બનાવરાવી હતી. ૨૧-૨૨) ત્રીજા ભાઈ જસરાજને દેવજી નામે પુત્ર હતો અને તેને પુત્ર મૂળજી હતા. એ મૂલજીએ પણ દેવ અને ગુરૂની ૨૨ ચરણ પાદુકાઓ કરાવી હતી તથા કેટલીક જિનમૂતિઓ પણ ભરાવી હતી. (૨૩-૨૬) એ ભાઈ જે મેઘજી હતો તેને મોતીચંદ્ર, દાનસિંહ અને ધર્મરાજ એમ ત્રણ પુત્રે હતા. એ ત્રણે ભાઈઓએ મળીને ૧૮ જિનપ્રતિમાઓ કરાવી હતી. (૨૭–૩૧) તેમણે, પછી ઘણું આડંબર પૂર્વક પ્રતિષ્ઠા મહેસવ કર્યો અને તેમાં સઘળા દેશના માણસને આદરપૂર્વક આમંત્રણ કરી બોલાવ્યા હતા. તેમને ભોજન, પાન, વસ્ત્ર વિગેરે આપી ખૂબ સર્યા હતા. અનેક શાસ્ત્રના જ્ઞાતા અને પ્રતિષ્ઠા કાર્યમાં કુશળ એવા કેટલાએ શ્રીપૂજને પણ બોલાવ્યા હતા. (૨૮-૩૪ એ બધા શ્રી પૂ સાથે આચાર્ય પુણ્યસાગરસૂરિએ, સંવત ૧૮૩૮ ના ફાળુણ શુકલ દ્વિતીયાના દિવસે જ્યારે નક્ષત્ર રેવતી અને ચંદ્રમા વૃષ લગ્નમાં
૭૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org