________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 47 અવધવું. ભાવરૂપ શુભ અધ્યવસાયથી દરેક પેગમાં મુક્તિ છે. આત્માને જે ગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેસ્થાની વૃદ્ધિ થાય તે ચોગ વડે મુક્તિ થાય છે. માટે જ અધ્યાત્મસારમાં કથન કરવામાં આવ્યું છે કે - " अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता / चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा॥" ભાવાર્થ-“અપુનબંધક જીવન શુભ અધ્યવસાયથી જન્ય શમપરિણામે કરી યુક્ત જે ક્રિયા, તે જુદા જુદા દર્શનભેદવડે વિચિત્ર પ્રકારની હોવા છતાં ધર્મમાં આવતાં વિદનેને ક્ષય કરી મુક્તિપ્રદ થાય છે.” આત્માની ઉજવલ પરિણતી વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ્ય હોવું જોઈએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે ગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે ગમાં સહેજે રૂચિ તથા પ્રવૃત્તિ થાય તે વડે આત્માની સત્વર મુક્તિ થાય છે. કેઈ પણ મનુષ્ય ગમે તે ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરતે હોય અને તેમાં તેના આત્માના પરિણામની ઉજવલતા વધતી હોય, તે તેમાંથી તેને પાછે પાડો નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું જોઈએ. આઘે પણ કઈ બાલજીવના પરિણામ કેઈ ધર્મપ્રવૃત્તિથી વા ધર્મક્રિયાથી વધતા હોય તેમાં વિદ્ધ નાંખવું નહિ, પણ તેના પરિણામની શુદ્ધતા થાય તે તેમ તેના અધિકાર પ્રમાણે કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org