________________ 94] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વહે છે અને તેથી તેનું આંતરિક હદય ઉચ્ચ ગુણની ભૂમિકાભૂત બને છે. જ્ઞાની દુઃખના પ્રસંગોમાં પણ દુઃખના વિચારને હઠાવી વાસ્તવિક સુખની લહરીને અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારોને સુખના વિચારોરૂપે પરિણાવી દે છે અને તેના અંતરમાં સુખી જીવન વહે છે. આનંદજીવન એ જ જીવનાર આત્માનું લક્ષણ છે. આત્માર્થી જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે તે તે સમજે અથવા જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામન જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે, તે પણ આત્માર્થી કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org