________________
પંડિત સુખલાલજીનું ભાષણ. ઉપસંહાર–આ લેખમાં જેને ન્યાયના વિકાસકમનું માત્ર દિગદર્શન અને તે પણ અધુરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જેન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓને સમય, તેઓની કાર્યાવલિ વગેરેનો ઉલેખ જરાયે નથી કર્યો. તેવી જ રીતે તેઓના સંબંધમાં જે કાંઈ થોડું ઘણું લખ્યું છે, તેની સાબીતી માટે ઉતારાઓ આપવાના લેભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાસ્થને અભાવ એ એકજ છે. આચાર્યોના જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કે તે આપતાં વિષયાંતર થઈ જવાય. તેથી જેઓ તે વિષયના જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર એક છેવટે એવું પરિશિષ્ટ - પવામાં આવે છે કે, જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથે નોંધેલા છે અને તેઓનું પ્રકાશિત થયેલું કેટલુંક સાહિત્ય નેધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથ જેવાથી તે તે આચાર્યોના સંબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કઈપણ જાણી શકશે.
આ લેખમાં જે ન્યાયના પ્રણેતા અમુકજ વિદ્વાનો ઉલ્લેખ છે. બીજા ઘણાને છોડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેઓને જેને ન્યાયના વિકાસમાં સ્વ૮૫ પણ હિસ્સે ન હોય; છતાં તેવા નાના મોટા દરેક ગ્રંથકાર ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળા ભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્યાનું જેને ન્યાયના વિકાસમાં થેડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે તેને જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાઓના નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે.
આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકેનું ધ્યાન ખેંચુ છું, તે આ– હિંદુસ્થાનના કે બહારના વિદ્વાન ગુજરાતના સાક્ષરોને એમ પૂછે કે ગુજરાતના વિદ્વાનોએ દાર્શનિક સાહિત્ય રહ્યું છે ? અને રમું હેય તે કેવું અને કેટલું? આ પ્રકરને કેઈ પણ સાક્ષર હામાં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઈચ્છે તો તેણે જેન વાડ્મય તરફ સપ્રેમ દષ્ટિપાત કરે જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજ્જવલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્ય-પ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે તેણે કેવળ સાહિત્ય પાસનાની શુ દ્ધદષ્ટિથી જેન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદ કરી સર્વસાધારણ સુધી તેને ધેધ પોંચો કર. જેનું આ સંબંધમાં બેવડું કર્તવ્ય છે. તેઓએ તો સાંપ્રદાયિક મેહથી પણ પિતાના દાર્શનિક સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે.
સુખલાલ સંઘવી. ગુજરાત પુરાતત્વ મંદિર–અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org