SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ સુખલાલજીનું ભાષણ જેને ન્યાયના જન્મસમયની પૂર્વ સીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સેકાથી આગળ લંબાવી શકાતી નથી અને તેના વિકાસની ઉત્તર સીમા વિકમના અઢારમા સિકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તોયે તેનું કાળમાન તેરસે ચિાદસો વરસ જેટલું તે છે જ. જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીને બીજે છઠ્ઠા સૈકાથી દશમા સુધીને ત્રીજો ભાગ અગીઆરમાથી તેરમા સુધીને અને ચોથે ચોદમાથી અઢારમા સુધીના. આ ચાર ભાગને અનુક્રમે બી. જારે પણ કાળ, પલ્લવિતકાળ, પુષિત કાળ, અને ફળકાળના નામે ઓળખીએ તે જેનન્યાયના વિકાસને વૃક્ષના રૂપકથી સમજી શકીએ. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષે ઉપર ગ્રંથો લખાયા ? એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાય સૂત્રપાત કેણે અને કયારે કર્યો ? એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તક પદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંત અને વેતાંબર સાહિત્ય વાં તપદ્ધતિની ખલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બંને આ ર્યમાં કેણ પૂર્વવર્તી અને કોણ પશ્ચાતવર્તિ એ હજી નિર્ણત થયું નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ એવી સંભાવના માટે પ્રમાણે છે. આ બે આચાર્યોના સમયની ઉત્તરસીમાં ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિટિ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સામંતભદ્ર એ બન્નેની કૃતિઓ-સંપ્રદા જુદા હેવા છતાંએ બંનેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વિના રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે; અને તવાઈ ઉપરની ગંધહતિ મહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે. અને આજે ઉપલબ્ધ આતમિમાંસા તે જ મહાભાગ્યનું મંગલ મનાય છે. - તાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તરવાથ ઉપર તેઓએ ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બંને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બન્ને સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં તે બાબતના સૂચક ઉલ્લેખ મળી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249575
Book TitleJain Nyayno Kramik Vikas
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size888 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy