________________
રત્નસુંદરસૂરિકૃત “સૂડાબહોંતરી અથવા “રસજરી
જેન કથા પરંપરામાં દાન, શીલ, તપ અને ભાવ પર અનેક કથાઓ દષ્ટાંત લેખે રચવામાં આવી છે. એમાં “શીલ' ઉપર શીલવાન પુરુષ અને ખાસ કરીને શીલવતી સ્ત્રી ઉપર અનેક કથાઓ રચવામાં આવી છે. ફળસ્વરૂપ “શીલ દેશમાલા બાલાવબોધ', “ધર્મોપદેશમલાવિવરણ, ઉપદેશમલાવૃત્તિ' વગેરે જેવા કથાસંગ્રહો સપડે છે. આ કથાઓમાં શીલવતી સ્ત્રી સાથે સાથે શીલભ્રષ્ટ સ્ત્રી કે બેવફા નારીના ચરિત્રને નિરૂપતી સ્ત્રીચરિત્રની કથાઓ પણ જોવા મળે છે. આમાં સ્ત્રી પ્રકૃતિથી જ કુશીલ અને કપટી હોવાનું નિરૂપણ મળે છે.
આવી સ્ત્રી–ચરિત્રનું કથાને સંગ્રહ તે સંસ્કૃતમાં રચાયેલ ‘શુસંતતિ છે. એમાં શક (પોપટ) દ્વારા કહેવાતી સિત્તેર કથાઓ-સ્ત્રીચરિત્રની કથાઓ જોવા મળે છે. “શુકસપ્તતિના હાલ બે સંસ્કરણ ઉપલબ્ધ છે. એક તે “સાધારણ (Similicior) અને બીજુ પરિષકૃત” (ornaloor). “સાધારણ'ના કર્તા કોઈ જૈનમુનિ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે મૂળગ્રંથ પ્રાકૃતમાં હોવાનું સૂચવે છે. “કસપ્તતિને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે એમના યોગશાસ્ત્રમાં સંજાણaત્તિરહી. નાઝa Jો એમ કર્યો છે. જે પણ ‘શૃંગારપ્રકાશમાં પણ નિદર્શન નામના સાહિત્ય પ્રકારના ઉદાહરણ તરીકે—દ્યાવાન મગ્ન મયૂર-શુક્ર-નારી” એ ઉલ્લેખ કર્યો છે. જેને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં પણ કર્યો છે. પરિકૃતીને કર્તા બ્રાહ્મણ ચિંતામણું ભર છે. એણે પૂર્ણભદ્ર કૃત પંચતંત્ર” ઈ. સ. ૧૧૯૯ના જૈન સંસ્કરણને ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. શકન્ય છે કે બેવફા પત્નીઓ-સ્ત્રીચરિત્ર અંગેની કથાઓ પંચતંત્ર'કારે આ “શુકસતતિ’ના કોઈ પ્રાચીન સંસ્કરણના આધારે રચી હેય. “સપ્તતિ સાથે સામ્ય ધરાવતો અન્ય ગ્રંથ તે અજ્ઞાતકૃત “સિંદબાદ કથા સંગ્રહ છે, જેના અનેક રૂપાંતરે ભારત તેમજ ભારતેતર પ્રદેશની ભાષામાં થયાં છે.
આ પરંપરાને અનુસરીને મધ્યકાલીન ગુજરાતી કવિ શામ પિતાની બહાંતરી કથાગ્રંથની રચના કરી છે. એમાંથી અનેક સંસ્કૃત કથાઓ નીકળી
છે અને કેટલીક નવી ઉમેરાઈ છે કે અલ્પપ્રમાણમાં ફેરફારવાળી છે. શામળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org