________________
। કવર સ્ટોરી |
કરનારા શ્રીમદ્ સાથે પ્રથમ વાર પરિચય થયો.
બાપુએ અહિંસાનું સીધું પાન અને ભાન આ શ્રીમદ્ થકી કર્યું હતું. ગાંધીજી જ્યારે પણ કોઈ પ્રશ્નથી મૂંઝાય ત્યારે શ્રીમદનો પત્ર દ્વારા સંપર્ક કરતા અને જવાબ મેળવતા એટલે જ ગાંધીજીએ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક કહ્યા. શ્રીમદ્ ગાંધી કરતાં ઉંમરમાં માત્ર બે વર્ષ મોટા હતા. ચહેરેમહોરે શ્રીમદ્ અને ગાંધીમાં ઘણું સામ્ય હતું.
શ્રીમદ્ વિશે કહેવાય છે કે એમના પરિચયમાં આવેલા લોકોના મનની વાત, એમના હેતુ, પ્રશ્ર વગર બોલ્યે જ ને જાણી જતા. શ્રોતા પ્રશ્ન પછે એ પહેલાં તેમને જવાબ આપી દેતા. આવા ચમત્કાર બાબતે શ્રીમદે જણાવ્યું હતું કે આત્માની અનંત શક્તિઓ દ્વારા એ ભવિષ્ય અને પૂર્વજન્મની વાતો જાણતા. શ્રીમદે પોતાના જીવનકાળ
આાસના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં વહેલી સવારે, બપોરે, સાંજે, રાત્રે માત્ર અને માત્ર ભક્તિ થાય છે.
वडोदराना जिपिनालाई रखने पत्नी મુદ્રા ! જે શાંતિ મળે છે નું સુખ જમા
જિનાલય, વિશાળ લાઈબ્રેરી, વ્યાન હૉલ, નાના બંગલા સહિત ત્રણસો રૂમ છે. અહીંની સ્વચ્છતા અને શિસ્તબદ્ધતા આંખે ઊડીને વળગે છે. ભારતભરમાં અગાસ એકમાત્ર એવું ધાર્મિક સ્થળ હશે, જ્યાં વહેલી સવારથી મોડી રાત સુધી નિરંતર માત્ર ભક્તિ-ભજનો થાય છે. આ ભક્તિ દરમિયાન કોઈ પ્રકારનાં વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી.
|
આશ્રમમાં રહેનારાઓએ પણ ચોક્કસ નિયમ પાળવા પડે. આશ્રમમાં ક્યાંય રેડિયો, ટીવી, ફ્રિજ જેવાં ઉપકરણ કે મનોરંજનનાં સાધન રાખી શકાય નહીં. દરેક બંગલા કે રૂમમાં સ્પીકરની વ્યવસ્થા છે. મુખ્ય સત્સંગ હૉલમાં વહેલી સવારે ચાર વાગે ભક્તિ શરૂ થઈ જાય. બીમાર કે અશક્ત વ્યક્તિ હૉલ સુધી જઈ ન શકે તો એ સ્પીકર પર ભક્તિ સાંભળીને ધરમ-ધ્યાન કરે. આશ્રમમાં ભોજનાલય છે, જ્યાં સવાર-સાંજ ભોજન તેમ જ ચા-નાસ્તો ખૂબ જ રાહત દરે આપવામાં આવે છે. માત્ર દોઢ હજાર રૂપિયામાં માણસ આખો મહિનો અહીં રહી શકે.
દરમિયાન ભગવાન મહાવીરના જ્ઞાનનો પ્રચાર અને પરંપરા જ આગળ ધપાવી.
જૈન ધર્મમાં બાહ્યક્રિયા પર વધુ ભાર મૂકવામાં આવે, જ્યારે શ્રીમદ્ આંતરિક ક્રિયા પર વિશેષ ભાર મૂકતા. વળી, શ્રીમદ્ પરણેલા હતા. દીક્ષા લીધી નહોતી છતાં વિદ્વાનો એમને ગુરુ માનતા એટલે એ સમયે કેટલાક જૈન સાધુ-આચાર્યો શ્રીમદનો વિરોધ કરતા હતા. લલ્લુજી મુનિ નામના જૈન મુનિએ જ્યારે સંસારી એવા શ્રીમદને ગુરુ માન્યા ત્યારે મોટો વિરોધ થયો, પણ બન્નેમાંથી કોઈ ડગ્યું નહોતું. લલ્લુજી મુનિ ઉપરાંત ભાગભાઈ, ડાભાઈ અને અંબાલાલભાઈ નામના મુમુક્ષુઓ શ્રીમદના ખૂબ નિકટના પરિચયમાં હતા.
ભક્તોમાં પરમ કૃપાળુ દેવથી ઓળખાતા શ્રીમદનું માત્ર ૩૩ વર્ષની ઉંમરે રાજકોટમાં અવસાન થયું હતું. શ્રીમદનું અવસાન થયું ત્યારે એમણે બે ગ્રંથ સિવાય કોઈ લખાણ છપાવ્યું નહોતું. એમનો કોઈ વિધિસર આશ્રમ કે ધર્મસ્થાન નહોતું, પરંતુ આજે સો વર્ષ બાદ મુંબઈ, ગુજરાત ઉપરાંત પરદેશ સહિત શ્રીમદનો પ્રચાર-પ્રસાર કરની છન જેટલી સંસ્થા ચાલે છે, દરેક સંસ્થાનો સ્વતંત્રપણે વહીવટ ચાલે છે,
અલબત્ત, આ બધામાં સૌથી પવિત્ર સ્થળ એટલે આણંદથી પંદર કિલોમીટર દૂર આવેલું અગસ. અહીં સદ્ રાજચંદ્ર માં પ્રવેશો નૈટલે નિષ્ફળ શાંતિ અનુભવાય. કોઈ અલગ જ પ્રકારના તરંગ આશ્રમમાં પ્રવેશતાં અનુભવવા મળે છે. લગભગ સિત્તેર એકરમાં ફેલાયેલા અગાસ આશ્રમમાં સત્સંગ હૉલ ઉપરાંત
|
૪૦ ચિત્રલેખા । ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૬
જો કે અહીં માત્ર ભક્તિ અને ભક્તિ કરનારને જ પ્રવેશ મળે છે. આધ્યાત્મિક નિવૃત્તિમાં ઉત્તમ સ્થાન એવા આ આશ્રમમાં રહેવાનું અને આવવાનું પ્રયોજન એક માત્ર સ્વકલ્યાણ હોવું જોઈએ અને એ માટે દૈનિક કાર્યક્રમોમાં સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ શસ્તતાથી હાજરી આપવી જરૂરી છે.
આ આશ્રમમાં સાત પ્રકારનાં વ્યસન ઉપરાંત વડના ટેટા, પીપળના ટેટા, ઉંબર ફળ, અંજીર, મધ અને માખણના વપરાશ પર પ્રતિબંધ છે. આશ્રમમાં વર્તમાનપત્રો લાવી-વાંચી શકાય નહીં. ટૂંકમાં, આશ્રમમાં આવનારી વ્યક્તિ પોતાના આત્માના કલ્યાણ માટે સતત ભક્તિ કરી શકે એવી અહીં વ્યવસ્થા છે. અહીં તમામ ધર્મના લોકોને આવકાર મળે છે. પટેલ, વૈષ્ણવ ઉપરાંત ભૂતકાળમાં એક મુસ્લિમ ભક્ત પણ હતો. પર્યુષણ અને દિવાળીના દિવસોમાં અહીં મુમુક્ષુઓના પરિવારજન આવે ત્યારે આશ્રમના ભોજનાલયમાં એકસાથે ચાર-પાંચ હજાર માણસ સવાર-સાંજ જમી શકે એ માટેની તમામ વ્યવસ્થા અહીં છે. આવા આશ્રમમાં યુવાનો કરતાં વૃો વધુ નજરે પડે એ સ્વાભાવિક છે.
આશ્રમમાં અમને મળી ગયેલા બિપિનભાઈ શાહની વડોદરામાં કેમિકલ ફેક્ટરી છે, પણ એક વાર આશ્રમમાં આવ્યા બાદ એમણે કાયમ માટે ધંધાને તિલાંજલિ આપી દીધી. બિપિનભાઈ કહે છે કે છેલ્લાં આઠ વર્ષથી મેં કોઈ સહી કરી નથી. મારી પાસે પૈસા હતા. દીકરા-દીકરીને ભણાવીને પરણાવ્યાં, પણ મનમાં મૂંઝારો થતો. ક્યાંય શાંતિ મળતી નહોતી, પણ એક વાર અગાસ ફરવા આવ્યો પછી વારંવાર આવ્યો. મારે ખાસ કહેવું છે કે અમુક ઉંમર પછી સંસાર છોડી જ દેવો. અહીં દરરોજ સવારે ચાર વાગે અમે ભક્તિ માટે ભેગા થઈએ અને ત્યારે જે શાંતિ મળે એની તુલના કોઈ સુખ સાથે થઈ શકે નહીં. આશ્રમમાં આવ્યા પછી એકઝાટકે મારી વર્ષો જૂની ગુટકાની નાદન જતી રહી. ઍરકન્ડિશન વિના સૂઈ શક્તો નહોતો, આજે મારી રૂમમાંથી પંખા કઢાવી નાખ્યા છે. આખી જિંદગી લોકોની-પરિવારની સેવા કરી. અહીં મારા આત્માની સેવા કરવા આવ્યો છું. અગાસમાં કાયમી નિવાસી એવા પાંચસો જણાના મુખે આવી જ વાત સાંભળવા મળે.
દીપકભાઈ ભીમાણી નામના ઈલેક્ટ્રિક એન્જિનિયર ૩૦ વર્ષની ઉંમરે અમેરિકા જવાની તૈયારીમાં હતા એ વખતે અગાસ આવ્યા પછી કાયમ માટે બધું છોડીને છેલ્લાં પંદર વર્ષથી અગાસમાં વસી ગયા છે.
પારસમલ જૈન નામના મુમુક્ષુ તો માત્ર ત્રીસ વર્ષની ઉંમરે સુરતમાં ધીકતો ધંધો છોડીને છેલ્લાં ૩૭ વર્ષથી પત્ની સાથે અગાસમાં રહે છે, જેમને માત્ર આત્માના કલ્યાણની ભક્તિ કરવી છે એમના માટે અગાસ જેવું આદર્શ સ્થળ ક્યાંય નહીં મળે.
અગાસનું મહત્વ એટલા માટે કે અત્યારે અહીં કોઈ વારી ગુરુ જ નથી, છતાં અહીં આઠસોથી હજાર મુમુક્ષુ વર્ષોથી સંપ-સરળતાથી રહે અને એક સૈનિકની જેમ સંપૂર્ણ શિસ્ત સાથે દૈનિક જીવન જીવે છે. નિયમ પાળે છે.