________________
ભારતીય તત્વજ્ઞાન સાથે સત્રિકર્ષ. પ્રશ્ન થાય છે કે ઇન્દ્રિયાનુભૂતિનો સ્વાધારિત વિચારશૃંખલાની સાથે સંબંધ કઈ જાતનો હોય છે. ટૂંકમાં આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ઇન્દ્રિયાનુભૂતિ પર આધારિત (તત્કૃષ્ટભાવી) વિચારશૃંખલા સાક્ષાત્ એ અર્થવિશેષનો સ્વરૂપનિશ્ચય કરાવે છે, જે અર્થવિશેષનો ઇન્દ્રિયની સાથે સત્રિકર્ષ થતાં પરિણામે આ ઈન્દ્રિયાનુભૂતિનો જન્મ થયો હોય છે. પરંતુ પરંપરાથી તે વિચારશૃંખલા એ બધા જ અર્થોનો સ્વરૂપનિશ્ચય પણ કરાવી શકે છે, જે અર્થોની સાથે આ અર્થવિશેષનો કાર્યકારણસંબંધ ઉક્ત ઈન્દ્રિયાનુભૂતિના કર્તાને નિશ્ચિતરૂપે જ્ઞાત હોય. આ સમગ્ર પ્રક્રિયા પર કંઈક વિસ્તારથી વિચાર કરીએ. પ્રત્યેક ઈન્દ્રિયાનુભૂતિ તે અનુભૂતિના કર્તાને સ્વસદશ પૂર્વાનુભૂતિઓનું તથા તેમના દ્વારા તે અનુભૂતિઓના જનકભૂત (= વિષયભૂત) અર્થનું સ્મરણ કરાવવામાં ઓછેવત્તે અંશે સમર્થ બને છે. અનુભૂતિકર્તા જાણે છે કે સદશ અનુભૂતિઓનું કારણ હોય છે સદશ અર્થોનો ઈન્દ્રિયની સાથે સન્નિકર્ષ, અને આવી વસ્તુસ્થિતિ હોઈને વર્તમાન ઈન્દ્રિયાનુભૂતિના સમયે થનારું તત્સદશપૂર્વાનુભૂતિઓનું સ્મરણ અનુભૂતિકર્તાને એ નિશ્ચય પર લઈ જાય છે કે આ વર્તમાન ઇન્દ્રિયાનુભૂતિનો જનકભૂત (= વિષયભૂત) અર્થ પણ એવા સ્વરૂપવાળો જ હોવો જોઈએ જેવા સ્વરૂપવાળો પેલી પૂર્વાનુભૂતિઓનો જનકભૂત (= વિષયભૂત) અર્થ હતો. આ રીતે સદશસ્વરૂપવાળા અર્થના વિષયમાં ફરી ફરીને થનારી ઇન્દ્રિયાનુભૂતિ અનુભૂતિકર્તાને એ અર્થોના સ્વરૂપનો અધિકાધિક નિશ્ચય કરાવવાને સમર્થ બને છે. આમ તો આ પ્રક્રિયા પ્રાણીમાત્રને સામાન્ય છે, પરંતુ મનુષ્યજાતિમાં તે પ્રૌઢતાની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે; એનું મૂળભૂત કારણ છે મનુષ્યજાતિ દ્વારા ભાષાનો આવિષ્કાર, ભાષાની સહાયતાને કારણે મનુષ્યને માટે એ સંભવિત બને છે કે તે અર્થના સ્વરૂપ વિશેની એ બાબતોને પણ જાણી લે જે એના વ્યક્તિગત અનુભવનો વિષય કદાપિ બની ન હતી. આ કારણે જ કોઈ વર્તમાન અનુભૂત અર્થના વિશે એની સંજ્ઞા શી છે એનો નિશ્ચય જ્યારે મનુષ્ય કરે છે ત્યારે તેને એ અર્થના સ્વરૂપનો અધિકાધિક નિશ્ચય કરવા માટે એ વસ્તુની આવશ્યક્તા નથી રહેતી કે તેણે એ અર્થના વિશે પોતાને થયેલી વ્યક્તિગત પૂર્વાનુભૂતિઓનું જ સ્મરણ કરવું, કારણ કે હવે તે તે સંજ્ઞાવાળા અર્થના વિષયમાં પોતાને થયેલી યાવત્ પ્રામાણિક જાણકારીનો – જેનો મોટો ભાગ તેને પ્રામાણિક પુરુષવચનોમાંથી પ્રાપ્ત થયો છે - ઉપયોગ એ અર્થના સ્વરૂપનો અધિકાધિક નિશ્ચય કરવા માટે કરી શકે છે. કોઈ અર્થવિશેષના સ્વરૂપનો નિશ્ચય કરવાને ૧. જો કે એવાય દાર્શનિકો થયા છે જેમણે બાહ્યર્થની વાસ્તવિક્તાનો ઇનકાર કરીનેય ઇન્દ્રિયાનુભૂતિઓની
વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યો છે, પરંતુ વસ્તુતઃ ઈન્દ્રિયાનુભૂતિઓનું કાદાચિત્વ બાહ્યર્થની વાસ્તવિક્તાને માન્યા વિના કોઈ પણ રીતે ઉપપન્ન નહિ થાય. આ જ બે મત ક્રમશઃ વિજ્ઞાનવાદ તથા બાહ્યર્થવાદના મૂલ મન્તવ્યરૂપ છે, અને વિજ્ઞાનવાદને નિરુપત્તિક તથા બાહ્યાર્થવાદને સોપપત્તિક માનીને અહીં વિવેચન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org