________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૧૪૨
એ હકીક્ત નોધપાત્ર છે કે જ્ઞાનપ્રક્રિયાની કાર્યકારણની શૃંખલાની મધ્યવર્તી કડીઓને સાપેક્ષભાવથી પ્રમાણ અને ફળ બંને ગણવાની ન્યાયવૈશેષિક શૈલીને પણ જૈન પરંપરામાં અકલંક જ સૌપ્રથમ સ્વીકારે છે.' ઉત્તરવર્તી કાળમાં આચાર્ય હેમચંદ્ર અકલંક કહેલી વાતને જ જુદી રીતે રજૂ કરે છે. તે કહે છે કે કર્તૃસ્ય જ્ઞાનગુણ પ્રમાણ છે'' અને તે જ્ઞાનગુણ કર્મોન્મુખ બની ઘટજ્ઞાન વગેરેરૂપ જે પર્યાય ધારણ કરે છે તે ફળ છે. જ્ઞાનગુણ અને તેના ઘટજ્ઞાન વગેરે પર્યાય વચ્ચે ભેઠાભેદ છે, અને તેમની વચ્ચે વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપક્ભાવ છે. એક જ જ્ઞાનમાં ગાનગુણ અને જ્ઞાનગુણપર્યાય બંને હોઈ પ્રમાણ અને ફળ વચ્ચે અભેદ છે પરંતુ તે બંને વચ્ચે વ્યવસ્થાપ્યવ્યવસ્થાપક ભાવ હોઈ ભેદ છે,૪૬
v
જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થાય છે ?
*
બાહ્યાર્થવાદી કે વિજ્ઞાનવાદી બધા જ બૌદ્ધોને મતે જ્ઞાન સ્વયં પોતાને જાણે છે, જ્ઞાન સ્વપ્રકારા છે, સ્વસંવેદી છે. જૈનો, પ્રાભાકર મીમાંસકો અને વેદાન્તીઓ આ મુદ્દે બૌદ્ધો સાથે સહમત છે. પરંતુ ભાટ્ટ મીમાંસકો અને નૈયાયિકો વિશિષ્ટ મતો ધરાવે છે. ભાટ્ટો અનુસાર જ્ઞાન સ્વસંવેદી તો નથી જ પણ સાથે સાથે પ્રત્યક્ષગ્રાહ્ય પણ નથી. જ્ઞાનના પરિણામ (કાર્ય) ઉપરથી જ્ઞાનનું અનુમાન થાય છે. જ્ઞાનનું પરિણામ છે જ્ઞાનને કારણે વિષયમાં આવેલી જ્ઞાતતા (પ્રાક્ટચ). ઉદાહરણાર્થ, જ્યારે આપણે ઘટને જાણીએ છીએ ત્યારે ઘટમાં જ્ઞાતતા નામનો ધર્મ પેદા થાય છે. તે જ્ઞાતતા ઉપરથી ઘટજ્ઞાનનું અનુમાન આપણે કરીએ છીએ.” આમ જ્ઞાન સ્વભાવથી જ કુમારિલમતે પરોક્ષ છે. જ્ઞાનજન્ય જ્ઞાતતારૂપ લિંગ દ્વારા જ્ઞાનનું અનુમાન થાય છે. નૈયાયિક અનુસાર જ્ઞાન પ્રત્યક્ષગ્રાહ્ય હોવા છતાં તે પોતાના સિવાય બીજા જ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે. જ્ઞાન અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. નૈયાયિકમતે ‘આ ઘટ છે’ એવું ચાક્ષુષ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાનમાં તો તે જ્ઞાનનું જ્ઞાન ભાસતું નથી. પરંતુ આ ચાક્ષુષ જ્ઞાન થયા પછી, જો જ્ઞાતા ઇચ્છે તો, છઠ્ઠી ઇન્દ્રિય મન દ્વારા ચાક્ષુષ જ્ઞાનનું માનસ પ્રત્યક્ષ થાય છે. આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આમ જ્ઞાન જો કે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયં પ્રકાશમાન નથી-સ્વયં જ્ઞાત નથી તો પણ પછીની ક્ષણે તેનું મન દ્વારા પ્રત્યક્ષ થઈ શકે છે.' ભલે બાહ્યાર્થનું જ્ઞાન પ્રત્યક્ષરૂપ હોય, અનુમિતિરૂપ હોય, ઉપમિતિરૂપ હોય કે શાબ્દરૂપ હોય પણ તે જ્ઞાનનું જ્ઞાન તો અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી જ થઈ શકે. અરે, સ્મૃતિ વગેરે જ્ઞાનોનું જ્ઞાન પણ અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી જ થઈ શકે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન કેમ ન હોય તે પોતે પોતાને જાણતું જ નથી; તેનું જ્ઞાન તો તેની અવ્યવહિત ઉત્તર ક્ષણે, જ્ઞાતા ઇચ્છે તો, અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી થાય છે. બાહ્યાર્થનું જ્ઞાન (પ્રમાજ્ઞાન) થવા માટે તે જ્ઞાનનું જ્ઞાન જરૂરી નથી. બાહ્યાર્થજ્ઞાન પોતે અજ્ઞાત રહીને જ પોતાના વિષયનું જ્ઞાન કરાવે છે. બાહ્યાર્થનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે જ્ઞાનનું જ્ઞાન થતું જ નથી. જે પોતાને ન જાણે તે બીજાને કેવી રીતે જાણી શકે ?-આ પ્રશ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org