________________
૧૪૦
ભારતીય તત્વજ્ઞાન અટકી જાય છે. તેથી કહ્યું છે કે અનેકાન્ત પણ અનેકાન્ત છે, અર્થાત્ અમુક ક્ષેત્રોમાં તે વ્યાપાર કરે છે અને અમુક ક્ષેત્રોમાં તેનો વ્યાપાર અટકી જાય છે.
સાંખ્યમતમાંચિત્ત (બુદ્ધિ) જ્ઞાતા છે. ચિત્તચિત્તવૃત્તિ દ્વારા વસ્તુને જાણે છે. ચિત્તવૃત્તિ એટલે ચિત્તનો વિષયાકાર પરિણામ ચિત્તવૃત્તિ જ સાંખ્યમતે જ્ઞાન છે, જે ચિત્તવૃત્તિ (ાન) અસંદિગ્ધ હોય, અવ્યભિચારી હોય અને અનધિગતવિષયક હોય તે જ પ્રમાણ છે.* પ્રમાનું સાધકતમ કારણ (કરણ પ્રમાણ)
આપણે પ્રમાની (= યથાર્થ જ્ઞાનની વ્યાખ્યાઓની ચર્ચા કરી. પરંતુ પ્રમાનું સાધતમ કારણ (કરણ) શું છે? ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન પ્રમાના (ઉપલબ્ધિના) હેતુને પ્રમાકરણ (= પ્રમાણ) માને છે.” પરંતુ શું આવા જ્ઞાનના કોઈ પણ મરણને પ્રમાકરણ (=પ્રમાણ) ગણી શકાય? કોઈ પણ કારણને નહિ પણ જે સાધકતમ કારણ હોય તેને જ પ્રમાકરણ (પ્રમાણ) ગણાય. પરંતુ અહીં પ્રશ્ન ઊઠે છે કે પ્રમાાનનાં જનક કારણો તો પ્રમેય, પ્રમાતા, વગેરે અનેક હોય છે, તો તે અનેક કારણોમાંથી કયા કારણને સાધકતમ ગણવું? આ પ્રશ્ન પરત્વેનિયાયિકોમાં બે મત છે. કેટલાક નેયાયિકો માને છે કે અમારૂપ કાર્ય જે વ્યાપારથી અવ્યવહિતપણે સાક્ષાત્ ઉત્પન્ન થાય તે વ્યાપાર જ પ્રમાનું સાધક્તમ કારણ છે. કેટલાક નિયાયિકોના મતે આવો વ્યાપાર જે કારક ધરાવતું હોય તે સાધકતમ કારણ (કરણ) છે. આથી સાક્ષાત્કારી (=પ્રત્યક્ષ) પ્રમાશાનની બાબતમાં પ્રથમ મત ધરાવતા નિયાયિકે ઇન્દ્રિયના વ્યાપારને (=સત્રિકર્ષને) સાધક્તમ કારણ (કરણ) અર્થાત્ પ્રમાણ ગણે છે જ્યારે બીજો મત ધરાવતા નેયાયિકો તે સન્નિકર્ષરૂપ વ્યાપારવાળી ઈદ્રિયને સાધતમ કારણ અર્થાત્ પ્રમાણ ગણે છે. નિયાયિક જયંત ભટ્ટ તો જે કારણોથી પ્રમાજ્ઞાન ઉત્પન્ન થાય છે તે બધાં કારણોની સામગ્રીને જ સાધતમ કારણ ગણી પ્રમાણપદે સ્થાપે છે. આ કારણસામગ્રીની અંદર પ્રમાતા, પ્રમેય અને યથાસંભવ ઈન્દ્રિય, મન, પ્રકાશ વગેરેનો સમાવેશ થતો હોઈ તેને બોધાબોધસ્વભાવવાળી તેમણે વર્ણવી છે.* સામગ્રી તાન્તર્ગત કારકોની અપેક્ષાએ સાધતમ છે. સામગ્રી વ્યાપારરહિત છે. એ નોંધવું રસપ્રદ બનશે કે કુમારિલે પોતાના શ્લોકવાર્તિકમાં પ્રમાણ અંગેના વિવિધ શક્ય મતોને ગણાવતાં આ મતનો સૌપ્રથમ નિર્દેશ ક્ય છે."
પ્રમાણ એ પ્રમાનું સાધકતમ કારણ છે. તેથી પ્રમા એ પ્રમાણનું ફળ છે. પ્રમાણ અને ફળ (= પ્રમા) વચ્ચે ભેદ છે કે અભેદ એ પ્રશ્ન પરત્વેન્યાયશેષિકોને સ્પષ્ટ મત છે કે તે બંને વચ્ચે ભેદ છે. આ મત તેમના મૂળભૂત સિદ્ધાન્ત આરંભવાદનું ફલિત છે. આરંભવાદ ઉત્પત્તિ પૂર્વે કાર્યને અસતુ માને છે તેમ જ કારણ અને કાર્ય વચ્ચે આચનિક ભેદ માને છે, કાર્ય ઉત્પન્ન થઈ સમવાય સંબંધથી કારણમાં રહે છે. એક વસ્તુ નોધવી જોઈએ કે હાનોપાદાનાદિબુદ્ધિ સુધીની લાંબી જ્ઞાનપ્રક્રિયામાં એક જ જ્ઞાનાવસ્થા પૂર્વ જ્ઞાનાવસ્થાની અપેક્ષાએ ફળ અને ઉત્તર જ્ઞાનાવસ્થાની અપેક્ષાએ પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org