________________
૧૪૮
અન્ય કેટલીક મહત્ત્વની સમસ્યાઓ
ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષયી શરૂ થઈ નિશ્ચયાત્મક જ્ઞાન સુધીની ભૂમિકાઓ આવે છે. તેમાં મુખ્યત્વે જ્ઞાનની બે ભૂમિકાઓ છે. પ્રથમ ભૂમિકા એ છે કે જેમાં પૂર્વાપરાનુસંધાન, સ્મૃતિ, વિચાર( વિકલ્પ, thought)નો સ્પર્શ પણ નથી. એટલું જ નહિ, તેનામાં શબ્દસંસર્ગની યોગ્યતા પણ નથી. આને નિર્વિકલ્પક જ્ઞાન કહેવામાં આવે છે. બીજી ભૂમિકા એ છે કે જેમાં પૂર્વાપરાનુસંધાન, સ્મૃતિ અને વિચારનો પ્રવેશ છે. તેથી તે રાખ્તસંસૃષ્ટ છે યા શબ્દસંસર્ગની યોગ્યતા ધરાવે છે. આને સવિકલ્પક જ્ઞાન કહેવામાં આવે છે. બૌદ્ધ તાર્કિકો નિર્વિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારે છે, સવિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારતા જ નથી. એથી ઊલટું જૈન તાર્કિકો સવિક જ્ઞાનને જ પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારે છે, નિર્વિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારતા નથી. બાકીના ન્યાયવેરોષિક વગેરે દર્શનોની છેવટે સ્થિર થયેલી માન્યતા અનુસાર નિર્વિકલ્પક અને સવિકલ્પક બંને જ્ઞાનો પ્રત્યક્ષપ્રમા છે. આ ત્રણ વર્ગોએ પોતાના મતના સમર્થનમાં અને અન્ય પક્ષોના ખંડનમાં કરેલી દલીલો રસપ્રદ છે. વળી, નિર્વિકલ્પક જ્ઞાનની બાબતમાં પ્રામાણ્ય-અપ્રામાણ્યનો પ્રશ્ન ઊઠી શકે ખરો ? બીજા શબ્દોમાં, નિર્વિકલ્પક જ્ઞાનમાં ભ્રાન્તિ સંભવે ? આ પ્રશ્નની ચર્ચા પણ ભારતીય દાર્શનિકોએ કરી છે. અહીં એ નોંધવું રસપ્રદ ધરો કે કેવળ નિર્વિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારનાર દિગ્રાગે પોતે આપેલ પ્રત્યક્ષલક્ષણમાં ‘અભ્રાન્ત’પદને સ્થાન આપ્યું ન હતું, પરંતુ ઉત્તરકાળે બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિએ તેને પ્રત્યક્ષલક્ષણમાં દાખલ કર્યું અને પ્રત્યક્ષભ્રાન્તિઓનાં દૃષ્ટાન્તો પણ આપ્યાં. ભારતીય તાર્કિકોએ અનુમાનવિચારણામાં વ્યાસિગ્રહણની સમસ્યાનો વિસ્તારથી વિચાર કર્યો છે. કેટલાંક સ્થાને અને કેટલાક કાળે અમુક વસ્તુનું અમુક વસ્તુ સાથેનું સાહચર્ય જોઈ સર્વ સ્થળે અને સર્વ કાળે તે વસ્તુનું તે વસ્તુ સાથે નિયત સાહચર્ય છેએવું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે ? વ્યાસિગ્રહણની સમસ્યા એ જ આગમન⟨induction)ની સમસ્યા છે. આ સમસ્યાની ચર્ચા દરેક ભારતીય દર્શનમાં ઊંડાણથી થયેલી છે. રાબ્તની બાબતમાં અનેક સમસ્યાઓનો વિચાર કરવામાં આવ્યો છે-રાબ્દ નિત્ય છે કે અનિત્ય, શબ્દનો અર્થ શું છે, સામાન્ય સત્ છે કે અસત્‚ રાખ્યું અને અર્થનો સંબંધ નિત્ય ⟨સ્વાભાવિક) છે કે સંકેતકૃત, શબ્દના અક્ષરો (ધ્વનિઓ) ક્ષણિક હોઈ આખા શબ્દનું જ્ઞાન કેવી રીતે થાય છે, વાક્ય સામાન્યતઃ અનેક પદોનું બનેલું હોઈ વાચગત પદો વાકચાર્થનું જ્ઞાન કરાવે છે કે તે પદોના અર્થો વાચાર્યનું જ્ઞાન કરાવે છે, ઇત્યાદિ. કુમારિલનો મત છે કે પદના અર્થો વાકચાર્થનું જ્ઞાન કરાવે છે. નૈયાયિકો કહે છે કે પદો જ વાકચાર્થનું જ્ઞાન કરાવે છે કારણ કે પોમાં અભિધાશક્તિ ઉપરાંત તાત્પર્યરાક્તિ પણ છે. વાકચ અને વાવાર્થ વચ્ચે શો સંબંધ છે એ બાબતે પ્રભાકર જણાવે છે કે અભિધાતૃ-અભિધેય (denoter-denoted) સંબંધ આખા વાક્ય અને વાચાર્ય વચ્ચે છે. આ અન્વિતાભિધાનવાદનું સ્વારસ્ય છે.
Jain Education International
ભારતીય તત્ત્વજ્ઞાન
For Private & Personal Use Only
www.jainelibrary.org