________________
હસ્તપ્રતભંડારો , જ્ઞાનમંદિરોની સૂચિ
કાન્તિભાઈ બી. શાહ
[આ સચિ તૈયાર કરવામાં નીચે પ્રમાણેની સામગ્રીનો આધાર લીધો છે ? (૧) “જૈન ગૂર્જર કવિઓ ભાગ-૭ (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ). સં.
જયંત કોઠારી (૨) “આપણાં જ્ઞાનમંદિરો', સં. મુનિ શ્રી કલ્યાણબોધિવિજય (૩) “ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી, તૈયાર કરનાર શ્રી કે. કા. શાસ્ત્રી (૪) ‘મુદ્રિત જૈન શ્વેતાંબરાદિ ગ્રંથ નામાવલિ' (પ્ર. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક
મંડલ, પાદરા) પુસ્તક-અંતર્ગત જ્ઞાન-પુસ્તકભંડારોની યાદી (૫) ડો. કનુભાઈ શેઠનો લેખ હસ્તપ્રત ભંડારો - વર્તમાન સ્થિતિ અને
હવે પછીનું કાર્ય (૬) શ્રી લક્ષ્મણભાઈ ભોજક પાસેથી ઉપલબ્ધ ૧. લા. દ. ભારતીય સંસ્કૃતિ
વિદ્યામંદિર, અમદાવાદમાં સમાવિષ્ટ ભંડારોની યાદી તથા ૨. શ્રી હેમચંદ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર, પાટણમાં સમાવિષ્ટ ભંડારોની યાદી. (૭) શ્રી કનુભાઈ શાહ પાસેથી ઉપલબ્ધ ૧. આચાર્ય કેલાસસાગરસૂરિ
જ્ઞાનમંદિર, કોબામાં સમાવિષ્ટ ભંડારોની યાદી.
હસ્તપ્રતભંડાર અન્યત્ર સમાવિષ્ટ થયા અંગેની તેમજ જે-તે સંસ્થાની પ્રગટ થયેલી હસ્તપ્રતસૂચિ અંગેની માહિતી ચોરસ કૌંસ [ ] માં દર્શાવવામાં આવી છે. હસ્તપ્રતસૂચિઓ મુખ્યત્વે ગુજરાતી હસ્તપ્રતોને આવરી લે છે.
સૂચિમાં કેટલાક ભંડારોની વર્તમાન સ્થિતિ અંગેના સગડ પ્રાપ્ય નથી. છતાં લગભગ પોણોસો વર્ષ અગાઉ “જૈન ગૂર્જર કવિઓ' જેવા ગ્રંથમાં એ નોંધાયેલા હોઈ એ જ નામે આ સૂચિમાં એને સમાવી તો લીધા જ છે જેથી કોઈક સંશોધકને એનું પગેરું કાઢવામાં એ નામ સહાયક થાય.
અહીં રજૂ થયેલી સૂચિમાં કેટલાક ભંડારો/જ્ઞાનમંદિરો/સંસ્થાઓ હસ્તપ્રતો ધરાવે જ છે એમ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
ગુજરાત બહારના બધા જ જ્ઞાનભંડારોને આ સૂચિમાં સમાવી શકાયા નથી.
હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની ગામવાર યાદી. પણ આપી છે. અને એનો નિર્દેશ કેવળ સૂચિ-ક્રમાંકોથી કર્યો છે. કેટલાક ભંડારો - ખાસ કરીને સાધુભગવંતોના સંગ્રહોનાં ગામનામ પ્રાપ્ય નથી. તેવા ગામનામ વિનાના ભંડારોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org