________________ મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો 65 પ્રકાશન માટેની યાદી તૈયાર કરવામાં આવે ત્યારે સાથેસાથે સંભવિત પૃષ્ઠમર્યાદા જણાવવામાં આવે તો થોડી સગવડ રહે. જે શિક્ષણ સંસ્થાઓ આ માટેની તૈયારી બતાવે તેમને અંદાજિત ખર્ચનો ખ્યાલ આવે. પાંચ પાંચ વરસની યોજનાઓ તૈયાર કરીને એ બધાને પહોંચાડી શકાય. જેથી આમાં જે કોઈ પોતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપવા માગતા હોય તે આપી શકે. ભાવિ પ્રકાશન માટે ભૂતકાળની જેમ આજે પણ રાજસ્થાનનો સક્રિય સહકાર પ્રાપ્ત કરીને બંને રાજ્યોના સંયુક્ત ઉપક્રમે પ્રકાશનો કરી શકાય અને આવા સંયુક્ત ઉપક્રમો સ્વાભાવિક રીતે જ આપણા વિદ્વાન જૈનાચાર્યોની સહાયથી હાથ ધરી શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org