________________
યાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ
જૈનોના વિશાળ સામાન્ય જનસમૂહે, અરે કેટલાયે મુનિ ભગવંતોએ પણ યાપનીયશબ્દ નહીં સાંભળ્યો હોય, તો તેઓને જૈનોના યાપનીય સંપ્રદાય વિશે જાણકારી ક્યાંથી હોય ? જૈનોમાં ભૂતકાળમાં યાપનીય નામનો એક મોટો સંપ્રદાય થઈ ગયો અને એ સંપ્રદાયે જૈનોના ધાર્મિક તથા સાંસ્કૃતિક વિકાસમાં બહુ મોટું કાર્ય કર્યું હતું એ જાણવું જેનો માટે અત્યંત આવશ્યક છે, કારણ કે સ્થૂલ તથા સૂક્ષ્મ અહિંસાને વરેલા જૈનોના બે મુખ્ય સંપ્રદાયો. દિગંબર અને શ્વેતામ્બર વચ્ચે હજારેક વર્ષથી વિસંવાદ ચાલ્યો આવે છે. આ બે સંપ્રદાયો વચ્ચે સુસંવાદી સમન્વય કાર્ય કરવા માટે “યાપનીય' સંપ્રદાયનો ઉદ્દભવ થયો અને એ સંપ્રદાયે સૈકાઓ સુધી ખુદ જૈનોમાં જ ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવનાને દૃઢ કરવાનું સંગીન કાર્ય કર્યું હતું.
પાપનીય સંપ્રદાય વિશે કોઈક જિજ્ઞાસુને ક્યારેક જાણવાનું મન થાય, પરંતુ એ માટે કશી આધારભૂત માહિતી સુલભ નહોતી. ડૉ. સાગરમલજી જૈને એ વિષયમાં અનેક ગ્રંથોનું અધ્યયન કરીને, તટસ્થતાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને આ દળદાર સંશોધનગ્રંથ તૈયાર કર્યો છે, જે જિજ્ઞાસુની ઇચ્છાને હવે સારી રીતે સંતોષી શકે એમ છે.
ડૉ. સાગરમલજીએ તો યાપનીય સંપ્રદાય વિશે એક નાની પુસ્તિકા લખવાનું વિચાર્યું હતું, પરંતુ કેવા સંજોગોમાં, ચાર વર્ષના પરિશ્રમપૂર્વક આ ગ્રંથ લખાયો છે એનો રસિક વૃત્તાન્ત એમણે ગ્રંથમાં લેખકીય નિવેદનમાં આપ્યો છે. ડૉ. સાગરમલજીને શ્વેતામ્બર પરંપરાના આગમગ્રંથોનો અભ્યાસ તો બરાબર હતો જ, પરંતુ યાપનીય સંપ્રદાય વિશે લખવું હોય તો બંને પરંપરાના આધારગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ હોવો જોઈએ. એટલે એમણે દિગંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org