________________
વર્ષાનતાપની ઓળી એકસાથે સળગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાનાં હોય છે. ત્યારપછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી, છ આયંબિલ અને એક ઉપવાસ કરવાનાં હોય છે. એમ અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ, વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ પ૦૫૦ આયંબિલ અને સો ઉપવાસ કરવાના આવે છે. બે ઓળી વચ્ચે અંતર રાખી શકાય છે, પરંતુ નાની-મોટી ઓળીમાં વચ્ચે ખાડો પાડી શકાય નહિ, પડે તો ફરીથી તે કરવી પડે. બે ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ચૌદ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય તેમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈક વિરલ માણસો જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. પરંતુ એવી ધર્ઘકાલીન તપશ્ચર્યા કરનારાં માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં ત્રણ કે ચાર વર્ધમાન તપની ઓળી કરી હોય એવા દાખલા નોંધાયા છે.
આ તપશ્ચર્યા કરનારે પણ રોજ જિનપૂજન, દેવવંદન, પડિલેહણ, ગુરુવંદન, પ્રતિક્રમણ વગેરે આવશ્યકાદિ ક્રિયાઓ યથાશક્તિ કરવાની હોય છે. સાથે નવ પદમાંથી અરિહંતપદ, સિદ્ધપદ કે તપપદમાંથી કોઈ પણ એક પદનું રોજ ખમાસમણાં, કાઉસગ્ગ, નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે યથાશક્તિ આરાધન કરવાનું હોય છે.
વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિદ્ગો કે અંતરાયો દૂર થાય છે, પણ એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે.
કેટલાક જીવોને બાહ્ય તપશ્ચર્યા કઠિન લાગે છે તો કેટલાકને આભ્યતર તપશ્ચર્યા. વસ્તુત: બંને પ્રકારની તપશ્ચર્યાની જરૂર છે. માણસ ઉપવાસ, આયંબિલ કરે અને સાથે ક્રોધ પણ એટલો કરે તે બરાબર નથી. તેમ સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, ઇત્યાદિ કરે અને સાથે ભક્ષ્યાભર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org