________________
કાઉસગ્ગ
અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમના કાનમાં કે એમની દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા.
‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના
૨૯મા અધ્યયનમાં કાયોત્સર્ગનો મહિમા સમજાવવામાં આવ્યો છે. પ્રભુ મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે છે : ‘હે ભગવાન, કાયોત્સર્ગથી જીવને શો લાભ થાય છે ?’
૪૭
ભગવાને કહ્યું : ‘હે આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત-યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. જેમ મજૂર પોતાના માથેથી બોજો ઉતારી નાખ્યા પછી હળવો થાય છે, તેમ જીવ કાર્યોત્સર્ગથી કર્મના ભારને ઉતારીને હળવો બને છે. કાયોત્સર્ગથી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો જીવ સુખપૂર્વક વિચરે છે.’
જૈન માન્યતા અનુસાર કાયોત્સર્ગના શ્વાસોચ્છ્વાસથી દેવતાનું આયુષ્ય બંધાય છે. અલબત્ત, જીવની પોતાની કક્ષા અને કાયોત્સર્ગના પ્રકાર ઉપર પણ એનો ઘણો આધાર રહે છે. ભવ્ય જીવો કાયોત્સર્ગના એક શ્વાસોચ્છ્વાસથી ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસમાં ૬૧,૩૫,૨૧૦ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે. આમ શ્રદ્ધા, મેધા, ધી, ધારણા, અનુપ્રેક્ષા ઇત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાયોત્સર્ગનું ઘણું મોટું ફળ શાસ્ત્રકારોએ બતાવ્યું છે.
કાયોત્સર્ગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરી દેવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની – મૌનની પ્રતિજ્ઞા પણ લેવાય છે, અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ) કાયોત્સર્ગમાં જે ધ્યાન ધરાય છે એ જો શુભ પ્રકારનું રહે તો તે ઉત્તમ કોટિની સાધના બને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાં મોટાં અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ આત્મામાં રહેલા દોષોને, દુર્ગુણોને દૂર કરે છે અને ગુણોની વૃદ્ધિ કરે છે. કાઉસગ્ગથી આત્માની શુદ્ધિ થાય છે, અને શુદ્ધિમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત્ સંપૂર્ણ શુદ્ધિ પામતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દોષો કે અતિચારોની શુદ્ધિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાયોત્સર્ગથી થાય છે એમ કહેવાય છે. ‘ચઉસરણ-૫યન્ના'માં કાઉસગ્ગને માટે વ્રણ-ચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જુઓ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org