SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાની ચરમ કોટિ દુનિયામાં કોઈ પણ ધર્મને સદાકાળ માટે સર્વ અનુયાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે નહિ. ધર્મને પોતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા હોઈ શકે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્માચરણ કરનાર માણસોનો વર્ગ સામાન્ય રીતે મોટો રહેવાનો. જાણતા-અજાણતાં ધર્મના સિદ્ધાંતોથી ઊલટું આચરણ કરનારા અને છતાં પોતાને ધાર્મિક કહેવડાવનાર લોકો પણ દરેક ધર્મમાં મળવાના. અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાંક મનુષ્યોના ખોટા દાખલાથી ધર્મ વગોવાય છે. બીજી બાજુ ધર્મનાં સાચાં તત્ત્વો કે રહસ્યોને સમજ્યા વગર કે તેનો અભ્યાસ કર્યા વગર ધાર્મિક માણસોની ટીકા કે વગોવણી કરનારાઓનો એક વર્ગ પણ હોય છે. સદાચારની કોઈ નાનકડી પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મખોજ સુધી, મોક્ષગતિ સુધી, ધર્મનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પૂર્ણપણે પામવું એ કોઈક વિરલ વ્યકિત માટે શક્ય છે. સામાન્ય માણસો તો દુરાચાર કરતાં અટકે અને સદાચારી બની રહે એ પણ ઘણી મોટી વાત કહેવાય. પરંતુ ધર્મની ચરમસીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ ત્યાં અટકી જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે તે જાણતા નથી. દુનિયામાં દરેક ધર્મ ખોટા અનુયાયીઓને કારણે વગોવાયો છે. તપશ્ચર્યા અને અહિંસાની ભાવનાના ઉચ્ચતમ કોટિના સિદ્ધાંતોને કારણે કેટલાંક સામાન્ય માણસો, જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જાય એવો સંભવ રહે છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે અહિંસાનો જે ઉપદેશ આપ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249458
Book TitleKarunani Charam Koti
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size255 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy