SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૧ રાગ ધનાસરી-તાલ ધુમાલી वाह वाह रे मौज फकीरां दी. (टेक) कभी चबावें चना चबीना, જમી નપટ તેં ીરાં વી. વાઢ कभी तो ओढे शालदुशाला, જમી ગુડિયાં ત્હીમાં વી. વાહ રા कभी तो सोवें रंगमहल में, જમી પત્ની અહીરાં વી. વાહ॰ રૂા मंग तंग के टुकडे खान्दे, ઘાત વનેં અમીરાં રી. વાહ ॥૪॥ આ ચાર કડીના નાનામાં નાના ભજનમાં ફકીરીનો, ત્યાગનો, સંન્યાસી વૃત્તિનો, સંયમીની સાધનાનો, સંતોષવૃત્તિનો આબેહૂબ ચિતાર ભજનકારે આપ્યો છે. ભજનકારને પોતાને સાધના કરતાં જે કાંઈ સંતોષવૃત્તિનો અનુભવ થયેલો છે, તે આ નાના ભજનમાં ઘણી સરળ ભાષામાં સ્પષ્ટ કહેલો છે, જે સમજવો જરાય અઘરો નથી. છતાંય તે વિશે થોડું વિવેચન કરી દઉં છું : જુઓ તો ખરા ફકીરોની મોજ કેવી હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહવાહ કરીને વર્ણવે છે : ભજનકાર પોતાનો સ્વાનુભવ વર્ણવતાં ગાય છે કે, ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહ-વાહ કરીને વર્ણવે છે : Jain Education International ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે, તો કોઈ વાર ખીર ઉપર ઝપાટો ચલાવતા હોય છે; પણ તેઓની વૃત્તિમાં જરાય અસંતોષ જણાતો નથી. લૂખું સૂકું જે કાંઈ પણ ખાવાનું નિર્દોષ ભાવે, બીજા કોઈ ઉ૫૨ બોજો ન પડે એ રીતે મળતું હોય તે ઉપર, શરીર દ્વારા સંયમને સાધવાના એક માત્ર હેતુને મુખ્ય લક્ષ્યમાં રાખી પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે. ચણા હોય કે જારબાજરાનો સૂકો રોટલો હોય યા દૂધપાક હોય કે માલપૂડા હોય, તેમાં તેમને લેશ પણ સ્વાદની આસક્તિ હોતી નથી, તેમની જીભ પૂરી રીતે તેમના કાબૂમાં હોય છે. એટલે સૂકો રોટલો મળતાં તેમને અસંતોષ થતો નથી અને ખીરપોળી મળતાં તેઓ રાજીરાજી ય થતા નથી. આ વાક્યે સંતનો જીવનો સંયમ બતાવેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249417
Book TitleEk Bhajan ne Mahabharat
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherZ_Sangiti_004849.pdf
Publication Year2003
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size501 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy