SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ ૧૧૭ સાર: એ માર મારી પાસે આવીને જાણે મારી દયા ખાતો હોય તેમ મને કહેવા લાગ્યો : “અરે સુકુમાળ રાજપુત્ર ! તું ઘણો દૂબળો પડી ગયો છે, તારું રૂપ પણ જતું રહ્યું છે અને તું ઝાડના ઠૂંઠા જેવો દુર્વર્ણ લાગે છે. અરે ભલા યુવાન ! મને લાગે છે કે હવે તારું મોત તારી અડોઅડ આવી ગયું છે. सहस्सभागो मरणस्स एकंसो तव जीवितं । जीव भो जीवितं सेय्यो जीवं पुज्ञानि काहसि ॥ સાર : “અરે ભોળાભાઈ ! તારામાં મરણનાં તો હજારો ચિહ્નો દેખાઈ રહ્યાં છે, તારું જીવન તો માત્ર હવે એક ટકો જ બાકી છે. ભલા માણસ ! જીવવાનો પ્રયત્ન કર, જીવવું એ જ શ્રેય છે, જીવતો નર ભદ્રા પામે એ વાત તું કેમ ભૂલી જાય છે? चरतो च ते ब्रह्मचरियं अग्गिहत्तं च जूहतो । पहूतं चीयते पुलं किं पधानेन काहसि ॥ સાર : “ભલે ને તું બ્રહ્મચર્ય પાળ, અગ્નિહોત્ર કરીને હવન હોમ કર્યા કર અને એમ કરવાથી તને ઘણું ઘણું પુણ્ય મળશે, તો પછી તું આ નિર્વાણની શોધના લફરામાં કયાં પડ્યો ? दुग्गो मग्गो पधानाय दुक्करो दुरभिसंभवो । इमा गाथा भणं मारो अट्ठा बुद्धस्स सन्तिके ॥ સાર : “અરે ભાઈ! નિર્વાણનો રસ્તો ભારે કઠણ છે, એ રસ્તે ચાલી શકવું વિશેષ મુસીબતભર્યું છે અને લગભગ માણસ માટે તો એ તદ્દન અસંભવિત જેવું છે, માટે હું તને ચેતવું છું કે અહીંથી જ તું પાછો વળી જા.” આ ગાથાઓને બોલતો અને ડર બતાવતો માર (તૃષ્ણાની સેના) બુદ્ધની પાસે આવીને ઊભી રહી. तं तथावादिनं मारं भगवा एतदवि । पमत्तबंधु पापिम येनत्थेन इधागतो ॥ સાર : જ્યારે મારે ભગવાનને ઉપર પ્રમાણે કહ્યું, ત્યારે ધીરગંભીર પ્રશમમય બુદ્ધ તેને જવાબ આપતાં શરૂઆતમાં જ જણાવી દીધું કે, “હે પાપિયા, પ્રમાદીવૃત્તિવાળાના બેલી! તું અહીં શા માટે આવ્યો છે, તે હું બધું બરાબર જાણું છું.” अणुमत्तेनऽपि पुओनं अत्थो महं न विज्जति । येसं च अत्थो पुनं ते मारो वत्तुमरहति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249410
Book TitleBhagwan Buddha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherZ_Sangiti_004849.pdf
Publication Year2003
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size474 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy