SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ રેવતગિરિકલ્પ” (ઈ. સ. ૧૩૩૫ પહેલાં), ઉપકેશગચ્છીય કક્કસૂરિના નાભિનંદન જિનોદ્ધારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૭), કે ૧૪મા શતકના ઉત્તરાર્ધથી લઈ ૧૬માના આરંભ સુધી જૂની ગુજરાતીમાં રચાયેલ ગિરનારતીર્થને આવરી લેતી અનેક તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલા, રાસ, સભારચનાઓમાં કયાંય પણ કુમારવિહારનો જરા સરખો પણ નિર્દેશ નથી. આ અતિ વિપુલ નકારાત્મક પ્રમાણને ધ્યાનમાં રાખીએ તો ગિરનાર પરના મંદિરને “કુમારવિહાર” કહેવું એ તો નરી ભ્રાન્તિ છે ! આ પશ્ચિમાભિમુખ મંદિરને મૂળપ્રાસાદ, ગૂઢમંડપ અને મૂળ જૂનાને સ્થાને આધુનિક રંગમંડપ છે. એને ફરતી ૭૨ દેવકુલિકાઓ હતી, પણ તે નષ્ટ થઈ છે. મૂળ મંદિરનાં ઘાટડાં, કોણી અને રૂપકામ ૧૫મા શતકનાં છે અને ગૂઢમંડપનો “કોટક' પણ ૧૫મા શતકની શૈલી બતાવે છે. આથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આનો નિર્માતા ૧૫મા શતકમાં થયો હોવો જોઈએ. આ સમસ્યાના ઉકેલમાં ૧૫મા સૈકામાં રચાયેલું કેટલુંક સાહિત્ય સહાયભૂત થાય છે; ખાસ તો એ સમયમાં, ૧૫મી સદીના મધ્યભાગ અને ત્રીજા ચરણમાં, રચાયેલી તીર્થમાળાઓ અને ચૈત્યપરિપાટીઓ, તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના મંદિર પછી ખરતરવસહી, અને તે પછી કલ્યાણત્રય બાદ વાંદવામાં જે ક્રમમાં આખરી મંદિર આવતું તેના વિષયમાં ત્રણેક પરિપાટીઓમાં ઉપયોગી નોંધ મળે છે. આ સૌમાં તો સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પૂનસીહ (પ્રકારાંતરે પૂનસી, પૂનઈ) કોઠારીએ સ્થાપેલ શાંતિ જિનેન્દ્રનું ૭૨ દેવકુલિકાયુક્ત મંદિર છે : જેમ કે તપાગચ્છીય હેમહંસકૃત “ગિરનાર ચૈત્યપરિપાટી"(આ સં. ૧૫૧૫ + ૧૪૫૯)માં નોંધ્યું છે કે : કોઠારિઅ પૂનસીહ તણઈ સિરિ સંતિ જિર્ષિદો રદ્ધા એ જ પ્રમાણે વૃદ્ધતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની “ગિરનાર તીર્થમાળા(ઈ. સ. ૧૪૫૩ પશ્ચા)માં પણ એવી જ મતલબનું લખ્યું છે, જો કે છપાયેલો પાઠ ભ્રષ્ટ છે. ત્યાં વિશેષમાં મંદિરને ફરતી ૭ર દેહરીની પણ નોંધ છે : યથા : એક (મનામ? પૂનસી) કો (તા? ઠા)રી વસહી સંતિ નમિ સવઈ સારી બહુતરિ દેહરી દેવ ૧લા તે પછી સંઘપતિ શવરાજની યાત્રા વર્ણવતી અજ્ઞાત કર્તક “ગિરનારચૈત્યપરિપાટી”માં પણ આ જ વાત સ્પષ્ટતાપૂર્વક કહી છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249394
Book TitleGirnarastha Kumarviharni Samasya
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size308 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy