________________
ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે
પદ્મદેવ
જિનદત્ત
Jain Education International
પૂર્ણભદ્રસૂરિ
|
રાજગચ્છ
શ્રી ચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ / ઈ. સ. ૧૨૦૦, નંદીશ્વરદ્વીપપટ્ટ)
ચંદ્રપ્રભસૂરિ
।
પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ | ઈ- સ. ૧૨૭૮)
નંદીશ્વરપટ્ટના કારાપકના મંત્રી વંશ તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિર્ણય થઈ જતાં લેખ સંબંધ મુખ્ય ગવેષણા તો પૂરી થાય છે : પણ પૂર્વના લેખકોના આ અભિલેખ પરનાં મંતવ્યો વિશે અહીં જોઈ જવું જરૂરી છે. (સ્વ) ગિરજાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસળંકરના અંગ્રેજીનો તરજૂમો યથાર્થ રૂપેણ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢંગું બન્યું છે : જેમકે “પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નંદીશ્વરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કોતરેલ છે.”. ગિરનારને “ટેકરી’ ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં ‘નદીશ્વરની મૂર્તિ” (શિવના નંદીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નંદીશ્વરદ્વીપ’નો પટ્ટ અભિપ્રેત છે ! અને લેખ ગોખલાની બન્ને બાજુએ નહીં પણ પટ્ટના ઉપરના બન્ને ખૂણે કંડારેલો છે. અને પટ્ટ ગૂઢમંડપમાં છે ! ડિસકળકરે કે આચાર્યે લેખની અંદરની વસ્તુનું યંત્રવત્ આલેખન કરવા સિવાય કોઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala in 1200 A. D. when Bhimadeva II was ruling over Gujarat. Shri G. V. Acharya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon." "૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલું તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યુ છે તે પટ્ટકારાપક વસંતપાલના પિતામહ દંડનાયક (આમ્ર)દેવના સંદર્ભમાં છે, લેખના સમયના સંદર્ભમાં, કારાપક વસંતપાલના સંદર્ભમાં નહીં. બીજી વાત એ છે કે અત્રિ કહે છે તેવી તો કોઈ ‘‘અપ્રસ્તુતતા” તરફ આચાર્યે નિર્દેશ નથી કર્યો. એમણે તો એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬નો એટલે ભીમ રાજાના સમયનો છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તો ભારતમાં અને ગુજરાતમાં અનેક લેખો—સેંકડો—છે જેમાં પ્રવર્તમાન શાસનકર્તાનું
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org