________________
vol.III - 1997-2002
Jain Education International
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઇ, ત્ર્યંબ સીત્યરી એ વંદું, આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેખી આણંદું. ૧૮ આહે શ્રી જીરાઉલ ભુંયરઇ, ત્ર્યંબ બહઇતાલીસ સાર, આહે ઋષભભુવન ચો ખંબશું, વીર ભુંયરઇ બાર. ૧૯
આહે ગાંધી તણી વલી પોલ્યમાં, પ્રાસાદઇ નમીજઇ, આપે ભુવન કરાવ્યઉં અ ભીમજી, પ્રભુજી તિહા પ્રણમીજઇ. ૨૦
આહે મૂલનાયક શ્રેઆંસ દેવ, નમું ચોવીસઇ બ્યુબ, આહે કાષ્ટતણી તિહાં પૂતલી, તેણઇ શોભઇ એ થંભ. ૨૧
આહે નાલીઅરઇપાડઇ વલી, દેઉલ એક ઉદાર,
આહે ઋષભદેવ તસ ભુવનમાં, થંબ અનોપમ ચ્યાર. ૨૨
આહે એક પ્રાસાદ અલંગમાં, તીહાં બઇઠા એ પાસ, આહે બાવીસ ત્ર્યંબ સહઇજઇ નમું, યમ પુહુચઇ મઝ આસ. ૨૩
આહે માહાલષ્યમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું, આએ ચંદપ્રભ નવ ખંબશું, પૂજી કરી તન ઠારું. ૨૪
આઠે બીજઉં દેરું પાસનઉં, ત્યાંહાં યન પ્રત્યમા ત્રીસ, આહે પ્રહઇ ઊઠીનઇ પ્રણમતાં, પહુચઇ મનુહ જગીસ. ૨૫
આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ માર, આહે શ્રી અંતામણ્ય દેહરઇ, સોલ ત્ર્યંબ સુ સાર. ૨૬
આહે સુખસાગરના ભુવનમાં, મનનિ રંગઇ એ જઈઇ, આહે તેત્રીસ જંબ તીહાં નમી, ભવિજન નિરમલ થઈઇ. ૨૭
આહે મોહોર પાસ સ્વામી નમું એ, બિંબ સતાવીસ યાંહિ, આહે ચોમુખ વ્યમલ જોહારીઇ, ઉગણીસ ત્ર્યંબ છઇ ત્યાંહિ. ૨૮
આહે નેમનાથ જિન ભુવનમાં, થંબ નેઊઅ નીજઇ, આહે પ્રેમ કરીનઇ પૂજીઇ, જિમ એ ભવ વિ ભમીઇ. ૨૯
આહે ષારૂઆતણી વલી પોલિમાં, સાતઇ દેહરાં કહીજઇ, આહે બવીસાં સો ત્ર્યંબશું, સીમંધર લહીઇ. ૩૦
આહે મુનિસુવ્રત વીસ બ્યબળું, સંભજિન બ્યૂબ વીસ, આહે અજિતનાથ દેહરઇ જઈ, નીતð નામું અ સીસ. ૩૧
આહે શાંતિનાથ દસ ત્ર્યંબશું, મોહોર પાસ વિષ્માત, આહે પાંચ ત્ર્યંબ પ્રેમેં નમું, વીર ચોમુષ સાત. ૩૨
આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કેરો, આહે પાંત્રીસ ત્ર્યંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો. ૩૩
For Private & Personal Use Only
૧૯૭
www.jainelibrary.org