________________
૧૦૮૨ ]
દર્શન અને ચિંતન તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શનસંગ્રહ કરવાનું પ્રાથમિક ગૌરવ સિદ્ધસેનને આપનું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ હાર્નેિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મૌલિક તેમ જ તલસ્પર્શી અભ્યાસ કરેલે. સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિ તર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચનસારની પેઠે પૂરે થયેલું છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંત એટલાં સતર્ક અને હૃદયગ્રાહી છે કે આગળને આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધ સેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છયે દર્શન અને બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કોઈ કૃતિ નથી. વાચકોએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સંમતભદ્રની આતમીમાંસા, યુકચનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એકસાથે સામે રાખી અવકવાં, જેથી બન્નેનું પરસ્પર સાદસ્ય અને વિશેષતા આપોઆપ ધ્યાનમાં આવશે.
બીજા ભાગનું પલ્લવિતકાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલો છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા અને સંપ્રદાયમાં જે જન ન્યાયનું બીજાપણું થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જૈન ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબરમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યો છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ—-એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા અપી છે. અકલંક આદિ ત્રણે દિગંબર આચાર્યોએ જેન ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે, અને સંમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલવિત પણ કરી છે. તેવી જ રીતે મલવાદી વગેરે આ યુગના તાંબર આચાર્યોએ જેને ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથ લખ્યા છે અને પિતાપિતાની પહેલાંની તર્કવાણને પલવિત પણ કરી છે. તે ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત શ્વેતાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બરાબર સામે રાખી દેવામાં આવે તો એક બીજા ઉપર પડેલ પ્રભાવ પરસ્પરનું સાદસ્થ અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. છે ત્રીજા ભાગનું નામ પુષિતકાળ છે. પુષે કાંઈ સંખ્યામાં પલ્લા જેટલાં નથી હોતાં કદાચિત પુનું પરિમાણ પલ્લેથી નાનું પણ હૈયુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org