________________
જે ન્યાયનો ક્રમિક વિકાસ
[ ૧૦ ૨૯ જૈન સાહિત્યના પ્રધાન બે શાખાઓ
ભગવાન મહાવીરના સમયમાં જૈન સંધ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતા. પછી લગભગ એક સકા બાદ તે સંધ બે દિશામાં વહેંચાયઃ એક ભાગ દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલા બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજે શ્વેતાંબર. દક્ષિણવતી શ્રમણસંધ પ્રધાનપણે દિગંબર સંપ્રદાયી થયો, અને ઉત્તરવર્તી શ્રમણુસંધ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી શે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણસ જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું. પહેલું દિગંબરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા.
દિગંબરીય શ્રમણ સંધનું પ્રાધાન્ય દક્ષિણમાં હોવાથી તે સંપ્રદાયનું મૌલિક સાહિત્ય ત્યાં જ ઉત્પન્ન થયું, પોષાયું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે કુંદકુંદ, સમંત ભદ્ર વગેરે ત્યાં જ થયા. શ્વેતાંબર શ્રમણુસંધનું પ્રાધાન્ય પહેલાં તે ઉત્તર હિન્દુસ્તાન (રાજપુતાના - માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિન્દુસ્તાન (કાઠિયાવાડ, ગુજરાત)માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થયેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિન્દુસ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લાં લગભગ પંદરસો વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પિવાયું, વિકસિત થયું અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાઓ આપણું નજરે પડે છે. બને શાખાઓના સાહિત્યમાં નવયુગ
આ બને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણપદ્ધતિ મંત્રસિદ્ધાંત રૂપે હતી. તત્વજ્ઞાન હોય કે આચાર હોય, બનેલું નિરૂપણ ઉપનિષદ્ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિસ્ત્રિયતા મેળવ્યા પછી જન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો. ન્યાય દર્શનની તપદ્ધતિને પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બન્નેની મિશ્રિત અસર જૈન વાડ્મય ઉપર પણ થઈ. તેથી જેન આચાર્યો પણ બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org