________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ
[૪૧૪ અનુભવી. અત્યારે તો બીજે કઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈથી કેટલાંક તીર્થસ્થાનમાં વિદ્યાલયે સારી રીતે નભી શકે. કેટલાંય આબુ જેવાં પ્રકૃતિરમણીય જૈન તીર્થો છે કે જ્યાં અંગ્રેજો અને બીજા લેકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણને ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે જૈનેને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે, જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે, બીજાનાં વિદ્યાધામો જોઈ રાજી થાય છે, પણ પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જેને કાશીમાં યાત્રાર્થે જાય છે, પણ કેઈને ત્યાંની વિદ્યાગણીની ખબર નથી, વિદ્વાનોની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. ત્યાંનાં વિદ્યાધામો કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી, કારણ કે એમણે પિતાનાં કોઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને ક૯૫ના એક જ છે અને તે એ કે તીર્થસ્થાનમાં મંદિર અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય? બીજું હોવાની શી જરૂર છે પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભક્તિ અને ઉદારતા જેવાં બળ દ્વારા સધાવી જ જોઈએ. જે વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હૈય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાને બ્રહ્મ-આદર્શ તેમની સામે હોય તે સમાજને આ તકરાર પાછળી. બળ ખર્ચવાની બહુ જ થેડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હોતો ત્યાં સુધી માણસ પોતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજ દેશધર્મ આપણને બે વાત શીખવે છે. એક તે આ રાજતંત્રને માયાવી રૂ૫ના ભંગ બની પોતાને જ હાથે પિતાનાં મૂર્તિ અને મંદિરને નાશ ન કરે અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખે.
તીર્થની લડાઈમાં જીતનાર પક્ષ માની લે છે કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજી વાર બીજો પક્ષ તેમ માને છે. પણ બન્ને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથપગ જેવાં અંગેને જ સાચવવા પ્રાણું પાથરે છે અને તેમાંથી ઊડી જતા આત્માને બચાવવા કેઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ, પણ તેમને આ હાથપગને બચાવવા પ્રયત્ન જ ઊલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જેના તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે જીત મેળવી એટલે તેણે હાથ બચા, બીજાએ જીત મેળવી એટલે તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org