________________
સાધુસંસ્થા તથા તીર્થસંસ્થા અને તેને ઉપયોગ
[૪૨૧
આ દેશમાં જ રહેવાના છે, તેઓ ફક્ત નજીવી નેકરી માટે અન્યાય ન કરે, જૂઠું ન બોલે, ખુશામત ન કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પિતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી. (૩) કેળવણુને સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજા પણ હિતકારી કામો છે, પરંતુ જે સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તે બીજાં કાર્યો અને ક્ષેત્રે એમને આપોઆપ સૂઝી આવશે અને મળી આવશે.
જે અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુઓ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પિતાનું સ્થાન વિચારી લે, પિતાને કાર્યપ્રદેશ કી લે, તે સહેજે ભળેલ આ તકને લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી શુદ્ધતાઓ ચાલી જાય, કલહે વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ તથા કાતે લાખોને ધુમાડે અટકે અને એટલું તે દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તે પહેલું જ રહેલું છે.
ઉપરનાં કર્તવ્યો કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે થેડી શક્તિવાળા ત્યાગીઓ એ જ કાને નાના ક્ષેત્રમાં પણ કરી શકે.
જોકે ખાસ પજુસણને પ્રસંગ હોઈ અને તેમાં પણ હાજર થયેલ જનતા મોટે ભાગે શ્વેતાંબર હોઈ મેં સાધુ શબ્દ વાપરે છે કે જે જેન સમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતું હોય તેમ સ્થૂળ રીતે લાગશે, પણ આ મારું કથન ભયોદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ, કે જે જૈન સમાજનો એક વગદાર ભાગ છે તે, તે મારા લક્ષ બહાર નથી જ. એ સમાજમાં આજે સાધુસંસ્થા શ્વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણું પાંચ-પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાને ઘણી સદીઓ થયાં અંત જ આવેલો છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકે, એલકે અને બ્રહ્મચારી તેમ જ પંડિતએ લીધેલી છે. એટલે એ બધાને લક્ષીને પણ આ કથન છે, કારણ કે શ્વેતાંબર સમાજને થંભ મનાતા સાધુઓની પેઠે જ દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેને વર્ગ થંભરૂપ મનાય છે અને એ પણ લગભગ સમાજ તેમ જ રાષ્ટ્રની દષ્ટિએ પક્ષઘાતગ્રસ્ત થઈ ગયેલ છે. શ્વેતાંબર છે કે દિગંબર, જેઓ પોતાને ધાર્મિક નહિ તે ઓછામાં ઓછું ધમપંથગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org