________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપર
1 ૪૧૯ ઘેરઘેર સરલતાથી પહોંચી શકે એવી દારૂની પર અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓ દ્વારા સુંદર જૈન ધર્મના વારસાને મેર નાશ થઈ રહ્યો છે, તે પછી આજની સાધુસંસ્થાનો શો ઉપયોગ કરવો એ પ્રશ્નને નિકાલ તેઓ કરી શકશે. જૈન સાધુઓને સખ વ્યસનનો ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હોતું. એમની સામે આવનાર નાનકડાશા -વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્ય ક્ષેત્ર કાં તે પીઠા પાસે અને કાં તે પીનારાઓના લત્તાઓમાં ઊભું થાય છે. આજે દારૂ નિષેધની પ્રવૃત્તિમાં જે લોકો કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુએ વધારે સારી રીતે કામ કરી શકે એ દેખીતું છે. અલબત્ત, હવે માત્ર નરકનાં ચિત્ર બતાવીને કે કે સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય; એમાં સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઊભી થઈ છે. એ બધીને અભ્યાસ કરવાથી જૈન સાધુઓમાં જીવતું લેહી વહેશે અને તેમના ચહેરા તેજસ્વી બનશે.
કેટલાક કહેશે કે–સાધુઓ પાસે કોઈ આવે તે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તો સાધુઓ ખુશીથી અને છૂટથી સમજાવે, પણ સાધુઓ, જે પિતાના શાંત ભવનમાં જ કામ કરતા આવ્યા છે તેઓ, પીઠે કે પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર કયાં જાય? એ એમને ન શોભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઈતિહાસ જાણ્યું જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જૈન સાધુઓ તે રાજસભાઓમાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે. મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે તથા લશ્કરની છાવણીઓમાં ગયા છે. સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લેકની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પિતાને ધર્મ વિસ્તાર્યો છે. શકિત ન હોવાનું, હિંમત ન હોવાનું કબૂલવું એ એક વાત છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઊભા થયેલાં બીજા કેટલાંય સાધુ-મર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજાએ મૂકીએ, તે પણ દારૂનિષેધની હિલચાલ એવી છે કે જે માટે પિતાના નૈતિક વારસાની દૃષ્ટિએ, સામાજિક ધર્મની દષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લૂણ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ.
કોઈ કહે છે કે – આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે તો એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org