________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ
[૪૫ મૂળમાં તે રાજાઓને પ્રજાને એટલા માટે સેંપાયેલ કે તેઓ પિતાના ક્ષત્રિચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપાયેલું કે તેઓ તેને પિતાના તેજથી કાબૂમાં રાખે અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરને ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જે રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત અને બળસંપન્ન રહે તે આફત વખતે વધારે કામ આપે, એટલા માટે ટાઢતડકાથી બચાવવા છત્ર ચામરની
જના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યા અને કઈ પૂછનાર ન રહ્યું ત્યારે એ રાજાઓ લશ્કર, ખજાન, છત્રચામર વગેરેને પિતાનું જ માનવા લાગ્યા અને પિતાના અંગત સાધન તરીકે એને ઉપયોગ કરવા મંડ્યા. એટલું જ નહિ, પણ પિતાની આડે કેઈ આવે તે એ સાધનને ઉપયોગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા. પિતાનું પ્રજાપાલનનું એય તે બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સેંપવામાં આવેલ સગવડના ભેગમાં જ તેઓ પડી ગયા. જે વસ્તુ રાજાઓ માટે સાચી છે, મનુષ્યસ્વભાવના ઈતિહાસ પ્રમાણે, એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે યોજાયેલી સગવડો અને ઘડેલાં વિધાને જ તેમના હાથમાં રહ્યાં, અને એ સગવડના ભોગમાં અને એ વિધાનોના આચરણમાં જ તેમને સાધુપણું સમજાયું. બીજાઓ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુઓ ૫ણું લેકને એમ જ જાણે-અજાણે સમજાવતા ગયા.
પરંતુ એ ઉપરથી કોઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભોગી અને તદ્દન જડ બની ગઈ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પણ પાડ્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં અંતર્દષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ છે, છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણનો વિસ્તાર તે ગયે અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલે, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણ લેકવસતિમાં આવતે ગયે. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ જોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યો હોય, તે તેની સાથે જ તે સંસ્થાએ લેકેમાં કેટલાક પિતાના ખાસ ગુણ પણ દાખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org