________________ શાસન પ્રભાવક મુનિશ્રી ભાનુવિજયજી (વર્તમાનમાં પ. આ શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. તેમની પાછળ ચારેક વર્ષે તેમના મોટાભાઈ પણ પિતાના પરિવાર સાથે દીક્ષિત થયા. દીક્ષા પછી તેઓશ્રી વધુ ને બધુ અંતર્મુખ બનતા ગયા; અધ્યયન અને અનુપ્રેક્ષા દ્વારા આરાધના અને જ્ઞાનમાર્ગનું રહસ્ય પામવા મથતા રહ્યા. દીક્ષા પર્યાયનાં વિશ વર્ષના મૌન મને મંથન અને શોધના સહજ નિષ્કર્ષ રૂપે સાંપડેલું દર્શન-નવનીત તેમણે “આત્મજ્ઞાન અને સાધનાથ” પુસ્તકમાં જેનસંઘ સમક્ષ મૂક્યું. ત્યારથી તેઓશ્રી જૈન-જૈનેતર મુમુક્ષુ વર્ગમાં આપ્તપુરુષ સમા ઉપાદેય બની રહ્યા. તેઓશ્રીનાં પુસ્તકે : “વિજ્ઞાન અને અધ્યાત્મ.” “આપણે આત્મનિરીક્ષણ કરીશું ? _અર્ચિત ચિંતામણિ નવકાર', “મુમુક્ષુઓ અને વિપશ્યના' વગેરેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. “આત્મજ્ઞાન અને સાધનાપથ” એ તેમની પ્રમુખ કૃતિ છે, જેમાં તેઓશ્રીનું શાસ્ત્રજ્ઞાન અને ચિંતન ઉત્કૃષ્ટ કક્ષાએ ઝળકી રહ્યું છે. તેઓશ્રીનું ચિંતન માત્ર મૌલિક જ નહિ, સાંપ્રદાયિકતા અને સંકુચિતતાની દીવાલને ઓળંગનારું છે અને તેથી જ પરંપરાવાદી વર્ગની સાથે મતભિન્નતા વહેરીને પણ તેઓશ્રી નિબંધ સત્યની આરાધના કરતા રહ્યા. હમણાં જ તા. ૨૩-૬-૯૨ના રોજ શાશ્વત નવકાર મહામંત્રની ધૂન વચ્ચે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ આધ્યાત્મવેગી પુરુષને કેટિશ વંદના હશે. પૂ. પં. શ્રી શીલચંદ્રવિજયજી ગણિના શબ્દોમાં તેઓ “સાધુપણાને ય સંસાર છોડી બેઠેલા એક સાધુ” છે. (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ) અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વદર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી હેમભૂષણુવિજયજી મહારાજ આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પિતાના હૈયામાં વસાવવા ઉપરાંત, ગુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પિતાના સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલી સાધના નથી, લેઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણાને તે સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે. છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પિતાના હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ મેળવી જનારા કેઈ સાધકની સમૃતિ થાય તે બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન જ રહે છેલ્લા 15 વર્ષ, 1 મહિને અને 20 દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચ્છાયા બનીને રહેલું અને પિતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર ! શક્તિઓ મળવી સહેલી છે, એને સદુપગ પણ હજી સહેલે છે, પણ અનેકવિધ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org