________________
શ્રમણભગવંતો-૨
૮૧
બેઠાં એકાંતે વાંચીને જાતે પ્રતિક્રમણની વિધિ શીખે છે. પૂર્વજન્મના વિરલ સંસ્કારે હલચંદ બાલ્યવયમાં જ વૈરાગ્યના વિચારમાં પ્રવેશે છે એવામાં પૂ. શ્રી બુદ્ધિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાંતિવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ પાવડ પધારે છે.
સદ્દગુરુનાં વચને સાંભળીને હાલચંદનું અંતર વધુ વૈરાગ્યમય બને છે. માકુભાઈ શેઠના અમદાવાદથી નીકળેલા પદયાત્રા સંઘમાં જોડાઈને પાલીતાણા પહોંચે છે અને ત્યાં જ સં. ૧૯૯૧ના ચૈત્ર વદિ ૭ને દિવસે ૧૮ વર્ષની ભર યુવાનવયે દીક્ષા અંગીકાર કરે છે, અને મુનિશ્રી શાન્તિવિજ્યજી મહારાજના વિનય શિષ્યરત્ન મુનિશ્રી સુજ્ઞાનવિજ્યજી બને છે.
ધર્મના બીજ પર તપ-ત્યાગ અને સંયમસાધનાનું અમીસિંચન થતાં સાધુ-જીવન સેળે કળાએ ખીલી ઊઠયું. જ્ઞાન અને તપમાં વિશાળતા પ્રાપ્ત થતાં રવાપર કલ્યાણનાં કાર્યો થવા લાગ્યાં. ધમથી વેરાન જન્મભૂમિમાં રહીને જિનાલય-ઉપાશ્રય-જ્ઞાનમંદિર આદિનું નિર્માણ કરાવ્યું. ધાર્મિકતાનું હર્યુંભર્યું વાતાવરણ સર્યું. સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ઘેર ઘેર થવા લાગી. બાળકે ધાર્મિક અભ્યાસથી પ્રકાશ પામવા માંડ્યાં. પૂજ્યશ્રીના સંસારીપણે પિતરાઈ ભાઈ રમણલાલ ઉર્ફે રમણીકભાઈએ પૂજ્યશ્રીના સંપર્કમાં આવતાં સં. ૨૦૦૪માં દીક્ષા લીધી અને મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી નામ ધારણ કર્યું. ત્યારબાદ પૂજ્યશ્રીના કુટુંબમાંથી મહાસુખભાઈ તથા દિનેશભાઈ વગેરે દીક્ષિત થયા અને મુનિશ્રી સિદ્ધસેનવિજ્યજી તથા મુનિશ્રી શીલચંદ્રવિજયજી તરીકે જાહેર થયા. પુત્રી જેકિલાબહેન તથા પુત્રી વિમળાબહેન પણ દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી શીલભાશ્રીજી અને સાધ્વીશ્રી શીલપ્રજ્ઞાશ્રીજી તરીકે જાહેર થયાં. એમ પૂજ્યશ્રીના કુટુંબમાંથી છ-છ મુમુક્ષુઓ સંયમમાગે સંચર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ પ્રભાવનાઓ થતી રહી. હમણાં જ સં. ૨૦૪૮ના જેઠ મહિનામાં અમદાવાદ મુકામે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા.
સમર્થ સાહિત્યસર્જક, કુશળ પ્રવચનકાર, મહાન શાસનપ્રભાવક અને
ઘોળકા સ્થિત સુપ્રસિદ્ધ કલિકુંડ તીર્થના પ્રેરક-માર્ગદર્શક પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ થરાદ શહેરથી છ માઈલ દૂર આવેલા મોટી પાવડ ગામે થયે. પિતા બાદરમલ અને માતા પાર્વતીબહેનને ત્યાં સં. ૧૯૯૩ના માગશર સુદ ૭ના દિવસે પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ રમણભાઈ પાડ્યું. પાવડનું આ શેઠ કુટુંબ સુખી હતું, પણ રમણભાઈને બાળપણથી અન્ય પ્રવૃત્તિઓ કસ્તી ધર્મમાં વિશેષ રુચિ હતી. એવામાં સંસારપણે પિતરાઈ ભાઈ ત્યાગમૂર્તિ મુનિરાજશ્રી સુજ્ઞાનવિજ્યજી મહારાજ પાવડ પધારતાં અને બાળક રમણને તેઓશ્રીને સમાગમ થતાં રમણભાઈ ધર્મના રંગે રંગાઈ ગયા. માત્ર ૧૦ વર્ષની કુમળી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org