________________
બમણુભગવંતો-ર
ર૬પ
સ્થળોએ ધર્મ પ્રભાવના કરી. સિકંદરાબાદ પ્રતિષ્ઠા કરાવી. સિકંદરાબાદથી શિખરજીને છરી પાલિત સંઘ કાઢયો. કલકત્તાથી શિખરજી થઈ પાલીતાણા શ્રી સિદ્ધગિરિને સંઘ કાઢયો. મિતભાષી અને સદાયે ધર્મરત, પ્રશાંતમૂર્તિ અને વાત્સલ્યમૂતિ આચાર્યદેવ શ્રી યંતસૂરીશ્વરજી મહારાજ હસ્તક અનેકવિધ શાસનપ્રભાવના થઈ છે. પ્રભુભક્તિ અને શાસનસેવામાં સદાયે નિમગ્ન રહેતા પૂજ્યપાદ મહાત્માનાં ચરણોમાં કેટિશ વંદન હજે !
ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી પ્રગટેલી અનોખી પ્રતિભા, સમર્થ તર્કનિપુણ, અપ્રમત્ત જ્ઞાનના મહાન સાધક, તપ અને ત્યાગના
યુગપ્રવર્તક, વિનય-માધુર્યના ભંડાર, તીર્થોદ્ધારક : પૂ. આચાર્ય શ્રી વિજયવિકમસૂરીશ્વરજી મહારાજ
જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, માતા-પિતાના સંસ્કાર સિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે છે. પપે છે અને સંસિદ્ધ થાય છે તેનું ગરવું દષ્ટાંત પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ છે. તેમને જન્મ નિસર્ગશ્રીથી શેભતી, ગગનચુંબી જિનાલયની ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા છોટાલાલ અને માતા પ્રસન્નબેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ પાંચમે થયું હતું. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ પ્રેમપ્રપૂર્ણ વ્યક્તિત્વથી તેઓ અનેકેના વહાલા બાલુડા બની ગયા હતા. તેમની તેજનરરતી આંખે, તેજસ્વી લલાટ, સુળ દેહસૌંદર્ય પ્રથમથી જ મહાનતાને પરિચય કરાવતા હતા. ધર્મભાવનાનાં બીજાંકુરો તે પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શીલવતી માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી બાલકુમારના વૈરાગ્યના ભાવ સાકાર થવા માંડ્યા. સંસારની અસારતા સમજાઈ. સંયમજીવનની સાર્થકતા આકર્ષી રહી. પરંતુ માતા પ્રસન્નબેનને પ્રેમ અત્યંત સંવેદનશીલ હતે. દીક્ષાની વાત થતાં તેઓ બેભાન બની જતાં. પરંતુ વિલક્ષણ બુદ્ધિશક્તિવાળા બાલુભાઈ પિતાના નિર્ણયમાંથી ચલિત થાય તેમ ન હતા. તેમણે પિતાના પિતાને દીક્ષા માટે તૈયાર કર્યા. પિતા-પુત્ર રાતોરાત ચાણસમા પહોંચ્યા, ત્યાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ બિરાજતા હતા. પિતા-પુત્રે સંયમજીવન સ્વીકારવાની ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવશ્રીએ સં. ૧૯૮૫ના જેઠ સુદ ૩ને શુભ દિવસે ભટેવા પાર્શ્વનાથની પવિત્ર છાયામાં દીક્ષા આપી, ટાલાલને મુનિશ્રી મુક્તિવિજયજી અને બાળક બાલકુમારને બાલમુનિ શ્રી વિક્રમવિજ્યજી તરીકે ઘોષિત કર્યા. તેઓશ્રીના વડીલ બંધુ નગીનભાઈ પણ પૂર્વે પૂ. દાદા ગુરુદેવશ્રીના શિષ્ય બની મુનિશ્રી નવીનવિજયજી બન્યા હતા.
ચૌદ વર્ષની વયે ઐશ્વર્યને કરાવી, ભેગૈશ્વર્યની સાધના કરવા કૃતસંકલ્પ બનેલા બાલમુનિને મહાગી બનતાં કેણ અટકાવી શકે? પૂજ્યશ્રી વિનમ્રભાવે ગુરુચરણે સમર્પિત થઈ. , ૩૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org