________________
૩૩૦
શાસનપ્રભાવક
અનેક ગ્રંથના રચનાકાર, બહુશ્રત વિદ્વાન અને કવિ
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જન્મ વણિક હતા. તેમની માતાનું નામ રાજશ્રીરાજબાઈ અને પિતાનું નામ તેજપાલ હતું. તેઓ મુનિ તરીકે શ્રી વિજયહીરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીના શિષ્ય હતા. તેમણે પોતાની જનનીના શ્રેય માટે ચિકેશમાં મૂકેલી કથાસંગ્રહ, જ્ઞાતાસૂત્ર વગેરે ગ્રંથની પ્રતે પાટણના જૈન ગ્રંથભંડારમાં જોવામાં આવે છે. આ કવિએ પિતાના જીવનમાં અનેક તપાગચ્છ અધિપતિઓના સમયમાં ગ્રંથનું લેખન, સંશોધન, અવગાહન અને રચનાકાર્ય કર્યું જણાય છે. તેમના ગુરુબંધુ કાંતિવિજયે ‘સંવેગરસાયણ બાવની ”માં કરેલ સૂચન પ્રમાણે તેમણે બે લાખ પ્રમાણ રચના કરી, સમાજને ઉપયોગી સાહિત્ય પૂરું પાડયું હતું. આ રચનાઓથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી આદિ ભાષા પરનું તેમનું પાંડિત્ય પ્રગટ થાય છે. ઉપરાંત, તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ, દર્શન અને આગમિક સાહિત્યના સર્જક પણ હતા. તેઓની પ્રખર વિદ્વત્તાને કારણે મહોપાધ્ય શ્રી યશેવિજ્યજી પણ તેમનો આદર કરતા. તેમની મુખ્ય રચનાઓ આ પ્રમાણે જાણવામાં આવી છે
વિ. સં. ૧૬૮૪માં ચૈત્ર વદ ૧૦ના રચાયેલ રામચંદ્રત શ્રી શેષનૈષધવૃત્તિનું લેખન. વિ.સં. ૧૬૮૭માં યંત્રરાજ ગ્રંથનું લેખન. વિ. સં. ૧૯૮૯માં ઉપાધ્યાય ભાવવિજયજીએ રચેલી ઉત્તરાધ્યયન વૃત્તિનું સંશોધન. વિ. સં. ૧૬૯૦માં ગુરુ શ્રી કીતિવિજયજીકૃત રચના રત્નાકરનું લેખન. વિ. સં. ૧૬૯૬માં જેઠ સુદ બીજના કલ્પસૂત્ર પર ૬૫૮૦ કલેકપ્રમાણ કલ્પસુબાધિકા નામની ટીકા વિજયાનંદસૂરિના રાજ્યમાં રામવિજયપંડિતના શિષ્ય શ્રી વિજયગણિની અભ્યર્થનાથી રચી, તે શ્રી વિમલહર્ષના શિષ્ય શ્રી ભાવવિજ્ય ગણિએ શેધી. વિ. સં. ૧૬૯૭માં ધન્ય ત્રદશીએ દ્વારપુર (બારેજા)થી તંભતીર્થ (ખંભાત)માં માસું રહેલા તપાગણપતિને લખેલ વિદ્વત્તાભર્યો ચિત્ર-કાવ્યમય પાંચ અધિકારવાળો આનંદલેખ વિ. વિજ્ઞપ્તિપત્ર. વિ. સં. ૧૯૯૮માં તપાગચ્છપતિ વિજયદેવસૂરિ અને વિજયસિંહસૂરિના સમયમાં ગુજરાતી ભાષામાં રચેલી (સૂર્યપુર) સુરતની ચૈત્યપરિપાટી, જેમાં સુરત, રાંદેર, વલસાડ, ગણદેવી, નવસારી, હંસેટામાં રહેલા તે સમયનાં જેનો સારે ખ્યાલ મળી આવે છે. વિ. સં. ૧૭૦૧માં તપાગણપતિ પૂ. આચાર્યના આદેશથી–જોધપુર ચોમાસુ રહેલા–તેમના તરફ સુરતથી લખેલ “ઈન્દુદ્દત” કાવ્યલેખ. વિ. સં. ૧૭૦૫માં ધનતેરસે ખંભાતમાં શ્રીસંઘ તરફથી માસા માટે ખંભાત પધારવા વિજ્ઞપ્તિરૂપે, રાજનગરમાં રહેલા, શ્રી વિજયદેવસૂરિ તરફ લખેલ ગુજરાતી કવિતા-લેખ. વિ. સં. ૧૭૦૬માં ભાદ્રપદમાં વિજયસિંહસૂરિના આધિપત્યમાં નેમિનાથ ભ્રમર-ગીત. વિ. સં. ૧૭૦૭માં દીવ બંદરમાં વિજયદેવસૂરીશ્વર અને વિજયસિંહગુરુની તુષ્ટિ માટે સંસ્કૃત નયકુસુમાંજલિ (નયકણિકા). વિ. સં. ૧૭૦૮માં વૈશાખ સુદ પના જૂનાગઢમાં ૧૭૬૨૧ શ્લેકપ્રમાણ અતિવિસ્તૃત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ લેકવિષયક “લેકપ્રકાશ” નામના મહાન સંસ્કૃત ગ્રંથની રચના. વિ. સં. ૧૭૧૦માં રાધનપુરમાં કાંતિવિજયગણિ માટે સિદ્ધહૈમ વ્યાકરણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org