SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે વ્યાખ્યા આપી છે. જેથી વાચકને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તેમ જ જુદા જુદા દેશોની પરંપરાનું જ્ઞાન થાય છે. આ ચૂર્ણિમાં ગોલ્લદેશના રીતરિવાજોનું વર્ણન છે. સૂત્રકૃતાંગલચણિ: આચારાંગચૂર્ણિની જેમ આ ચણિ પણ ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવામાં મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં ગેલદેશ, તામ્રલિપિ આદિ દેશોનું વર્ણન, ત્યાંની પરંપરા, રીતરિવાજ, માનવસંબંધે આદિની ચર્ચા છે. તીર્થસિદ્ધ આદિ વિવિધ વિષ તેમ જ વૈયિકવાદ, નાસ્તિકમત, સાંખ્યમત, ઈશ્વરકત્વ, નિયતિવાદ આદિ દાર્શનિક વિષયની પણ આમાં ચર્ચા છે. નિશીથગૃણિ : આ ચૂર્ણિ આચાર્ય જિનદાસ મહત્તરની પ્રૌઢ રચના છે. આ ચૂર્ણિની રચના મૂળસૂત્ર, નિયુક્તિ અને ભાષ્યની ગાથાઓને આધારે છે. નમસ્કારના પ્રસંગે અરિહંત, સિદ્ધ અને સાધુ પછી અર્થદતાના રૂપમાં ચૂર્ણિકાર પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને વિશેષ પ્રણામ કરેલ છે. આ ગ્રંથને 20 ઉદ્દેશક છે. પ્રસંગે અનેક અન્ય વિષયે પણ ચચ્યું છે. જેના શ્રમણ-આચાર સાથે સંબંધિત વિધિ-નિષેધોની વિસ્તારથી ચર્ચા અને ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગની પૂરી સૂચના આ કૃતિમાં મળે છે. * આચાર્ય હરિભદ્રસૂરિએ શ્રી જિનદાસગણિની ચૂર્ણિઓના આધારે આવશ્યકનિયુક્તિ-ટીકા, નંદીસૂત્રકા વગેરે રચ્યાં છે. વળી, પિતે “મહાનિશીથસૂત્રને આદર્શ તૈયાર કર્યો તે આચાર્ય જિનદાસગણિને વંચાવ્યો હતો. “તીર્થકલ્પ'માં એક એવો ઉલ્લેખ છે કે, શ્રી જિનદાસગણિ, મહત્તરે મથુરામાં તપસાધનાપૂર્વક “મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર કર્યો હતો. નંદીશૂર્ણિ મુજબ શ્રી જિનદાસ મહત્તરને સત્તાસમય વિક્રમની આઠમી શતાબ્દી છે. સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલોચક, પરમસહિષ્ણુ, વેદાદિ ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્પદાનો વિરહ ત્યાગી સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસમ્પદાને પ્રાપ્ત કરનારા તથા આગમ પછી ચાયેલ સાહિત્યમાં સંખ્યા, ગુણવત્તા અને શૈલીમાં સર્વોપરી અને શિરમોર યાકીની મહત્તાસૂનુ આચાર્ય હરિભદ્રસૂરિજી મહારાજ જૈન શ્રમણ પરંપરામાં શ્રી હરિભદ્ર નામે ઘણું આચાર્ય થયા છે. આ હરિભદ્રસૂરિ મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે અને “યાકીનીમહત્તરાસૂનું' નામે પણ પ્રસિદ્ધ છે. તેમને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ વિપુલ છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, પ્રખર તવાદિતા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, સમભાવી અને નિષ્પક્ષ આલેચના તેમ જ ભાષાપ્રભુતા ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તેઓ નિષ્પક્ષ અને પરમસહિષ્ણુ વિદ્વાન હતા. તેમણે પ્રતિપક્ષ માટે મહર્ષિ, મહામુનિ જેવા સન્માનસૂચક શબ્દોને અનેક પ્રસંગે પ્રયોગ કર્યો છે. નીચેના એક શ્લોકથી તેની ઝાંખી થશે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249073
Book TitleJindasgani
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size100 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy